મામલતદાર અને એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટની કચેરી, બરવાળા દ્વારા ગણેશ ઉત્સવ દરમ્યાન તકેદારી રાખવા બાબતે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી - At This Time

મામલતદાર અને એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટની કચેરી, બરવાળા દ્વારા ગણેશ ઉત્સવ દરમ્યાન તકેદારી રાખવા બાબતે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી


આસ્કમિક સંજોગોમાં હેલ્પલાઇન નંબર ૦૨૭૧૧- ૨૩૭૩૨૪ ઉપર સંપર્ક કરવા અનુરોધ

બરવાળા તાલુકાની જનતાને ગણેશ ઉત્સવ દરમ્યાન શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બનવા પામે તે માટે અપીલ કરવામાં આવે છે કે, ગણેશ ઉત્સવમાં કોઇ સરઘસ કે સ્થળે હાઇટેન્શન વિજ પ્રવાહ વાયરનો સંપર્ક ન થાય અને ઇલેકટ્રીક શોકની સ્થિતિ ન બને તેની પુરતી તકેદારી રાખવી ગણેશ વિસર્જન નક્કી કરવામાં આવેલા સ્થળો સિવાયના સ્થળે ન કરવું. આ ઉપરાંત ગણેશ વિર્સજન દરમ્યાન ડેમ, તળાવ, કેનાલ, નદીમાં પાણીનો જથ્થો વઘારે પ્રમાણમાં વહેતો હોય તો નાહવા માટે પાણીના પ્રવાહમાં દાખલ ન થવા અને સાવચેતી રાખવા જણાવવામાં આવે છે વિસર્જન સમયે ઉપયોગમાં લેવામાં આવતા વાહનોમાં વિજ થાંભલાને અને વધુ ઉંચાઈવાળી વિદ્યુતતારને સ્પર્શ થાય તેવી વસ્તુઓ વાપરવી નહી તથા કોઇ પણ આસ્કમિક સંજોગોમાં હેલ્પલાઇન નંબર ૦૨૭૧૧- ૨૩૭૩૨૪ ઉપર સંપર્ક કરવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.