વર્ષોથી નાસ્તા-ફરતા આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lzlrubphvm30f060/" left="-10"]

વર્ષોથી નાસ્તા-ફરતા આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા…


*દ્વારાકા કોર્ટમાં જામીન ઉપર છુટ્યા બાદ વેશ પલટો કરી સાધુ વેશ ધારણ કરી, વર્ષોથી નાસ્તા-ફરતા આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા*

દ્વારકા કોર્ટ દ્વારા પોલીસ ઇન્સપેક્ટર એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા ને દ્વારકા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુન્હા રજીસ્ટર નં.૬૫/૨૦૧૨ આઇ.પી.સી. કલમ ૩૯૨,૩૨૩,૫૦૬(૨),૧૧૪ તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧),(૧૦),(૧૧), ૩ (૨),(૫) મુજબના ગુન્હાના કામના આરોપી રજનીકાંતભાઇ ઉર્ફે રાજેશભાઇ મનજીભાઇ નકુમ રહે. દ્વારકા ટી.વી. સ્ટેશન વાળી જામીન ઉપર છુટ્યા બાદ કોર્ટ મુદ્દતે હાજર રહેતો ન હોય અને, ઘણા વર્ષોથી નાસતો ફરતો હોય, જેથી તેને શોધી કાઢી કોર્ટ મુદ્દતે હાજર રાખવા સી.આર.પી.સી. કલમ ૭૫ મુજબનુ ધરપકડ વોરંટ આપવામાં આવેલ હોય તેમજ મજકુર આરોપીને તમામ પ્રકારના પ્રયાસો કરી શોધી કાઢી, નામદાર દ્વારકા કોર્ટમાં હાજર રખાવવા જણાવેલ હોય, એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. હરપાલસિંહ ઉદેસીંહ જાડેજાને સદરહુ વોરંટ આધારે આરોપીની શોધખોળ માટે તપાસ સોપવામાં આવેલ હોય જે તપાસ દરમ્યાન એ એસ.આઇ. હરપાલસિંહ ઉદેસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ. કિશોરસિંહ ભગુભા જાડેજાને સંયુક્તમાં ખાનગી રાહે હકીકત મળેલ હોય કે ઉપરોક્ત ગુન્હાના કામનો આરોપી રજનીકાંતભાઇ ઉર્ફે રાજેશભાઇ મનજીભાઇ નકુમ રહે. દ્વારકા ટી.વી. સ્ટેશન વાળો આરોપી વેશ પલટો કરેલ અને હાલમાં રાજેન્દ્રગીરી નામ ધારણ કરેલ છે જે હાલ દ્વારકાધીશના દર્શન કરી દ્વારકાના રબારી ગેઇટ પાસે સાધુ વેશમાં જોવામાં આવેલ છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઉપરોક્ત નાસતો-ફરતો આરોપી મળી આવેલ જે આરોપીને વોરંટની બજવણી કરી નામદાર દ્વારકા કોર્ટમાં સોપી આપી કાર્યદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]