નાનામવામાં શ્યામલ સ્કાય રેસિડેન્સીમાં રાજ બેન્કના કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી - At This Time

નાનામવામાં શ્યામલ સ્કાય રેસિડેન્સીમાં રાજ બેન્કના કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી


નાનામવા રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ શ્યામલ સ્કાય રેસીડેન્સીમાં રહેતા અને રાજ બેન્કમાં નોકરી કરતા રાજ જમનાવડ ત્રાબડીયા(પટેલ)(ઉ.વ.44)એ આજે સવારે પાર્કિંગમાં ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ,તેમને લોટનું કારખાનું હતું લોકડાઉનમાં તેમને રૂ.40 લાખનું નુક્શાન થયું હતું લોકડાઉન બાદ બેંકમાં નોકરીએ જતો હતો. તેમણે આર્થિકભીંસથી કંટાળી પગલું ભર્યું હતું.હાલ પોલીસે તેનું નિવેદન લેવા તજવીજ આદરી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon