15 માર્ચ, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ રૂપે પાલન કરવામાં આવે છે. - At This Time

15 માર્ચ, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ રૂપે પાલન કરવામાં આવે છે.


પ્રેસ નોટ
15 માર્ચ, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ રૂપે પાલન કરવામાં આવે છે. વિશ્વના તમામ ગ્રાહકોને સરકારશ્રીઓ દ્વારા અનેક અધિકાર આપવામાં આવેલ છે જ્યારે અવેજ ચૂકવી વસ્તુ ખરીદ કરવામાં આવે છે ત્યારે વ્યક્તિ ગ્રાહક બને છે. કોઈ ગ્રાહક ક્યારેય છેતરાય નહીં, ગ્રાહકોને તેઓના યોગ્ય સેવાઓ, સુવિધાઓ અને સ્વચ્છ, શુદ્ધ ચીજ વસ્તુ મળે તેમ જ ગ્રાહકો સાથે કોઈ વ્યાપારી આર્થિક નુકસાની, નફાખોરી, ભેળસેળ, કાળાબજારી, સંગ્રાહખોરી, સામે ગ્રાહકો પોતાનો અવાજ બુલંદ કરી શકે અને ન્યાય મેળવી શકે.
ગ્રાહકોને જાગૃત કરવા માટેની અચૂક જાણકારી સાથે ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રાપાલની આગેવાની હેઠળ જનલક્ષી ગ્રાહક લક્ષી પત્રિકાઓનું વિતરણ કરેલ સંસ્થાની આગેવાની હેઠળ પોલીસ પરમિશન સાથે કાર્યકરો દ્વારા બેનરો અને પ્લે કાર્ડ સાથે જાગો ગ્રાહક જાગો ના સૂત્રોચાર કરી જનહિત માટે જનજાગૃતિ કાર્યક્રમ આરટીઓ સર્કલ સુભાષ બ્રિજ ખાતે કરવામાં આવેલ સંસ્થાના કાર્યકરો ઉપરાંત અસંખ્ય ગ્રાહકોની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ સફળ રીતે સંપૂર્ણ થયેલ છે
સુચિત્રા પાલ જણાવે છે કે ગ્રાહકો પોતાના અધિકાર માટે અવાજ નહીં ઉપાડે તો 15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ફક્ત એક દિવસની ઉજવણી બનીને રહી જશે સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે અનેક ધારા ધોરણ લાગુ કરવામાં આવેલ છે કોમોડિટીજ રૂલ્સ રેગ્યુલેશન લીગલ મેટ્રોલોજીકલ રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે સરકારી વિભાગોના અનેક અધિકારીઓને અનેક કામ સોંપવામાં આવેલ છે. આજની તારીખમાં આ રૂલ્સ રેગ્યુલેશન નો પાલન યોગ્ય રીતે નથી થતું. જેથી ગ્રાહકોને પણ ન્યાય મળતો નથી શુદ્ધ પાણી શુદ્ધ ખોરાક મળવો મુશ્કેલ થઈ ગયું છે.
જેથી ગ્રાહક સુરક્ષા ગ્રાહક સતત ગ્રહ ગ્રાહક ક્રાંતિ સંસ્થાના કાર્યકરો, ભાઈ બહેનોએ જાહેર જનતા માટે ગ્રાહકોના હિત માટે નીચેના મુદ્દા ઉપર માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર ને આવેદનપત્ર મોકલવામાં આવેલ છે.(1) પતંજલિ પ્રોડક્ટની સરકારી લેબોટરીમાં અવર નવાર ચેકિંગ કરાવી રિપોર્ટ જાહેર કરવામાં આવે. (2) ખોટા દાવા વાળી જાહેરાત બદલ પતંજલિને સુપ્રીમ કોર્ટ દ્વારા એક કરોડ નો દંડ ફટ કરવામાં આવેલ છે. તેથી તેની પ્રોડક્ટની જાહેરાત ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. તથા આ બાબતની પ્રસિદ્ધિ આપે.(3) ઓનલાઇન જુગારની જાહેરાતો બંધ કરવી જોઈએ. જુગારની જાહેરાતો ના કારણે ઘણા બધા પરિવારો આર્થિક રીતે બરવાદ થઈ રહ્યા છે. તેમજ આજની પેઢીના નવ યુવાનો જુગારના દુષણ તરફ ધકેલાઈ રહ્યા છે. માટે તાત્કાલિક યોગ્ય પગલા ભરવામાં આવે.(4) પાન મસાલા ગુટખા ની જાહેરાત ફિલ્મી કલાકારો ક્રિકેટરો જવી પ્રખ્યાત હસ્તીઓ દ્વારા કરાતી હોય લોકો તેનો આંધળૂ અનુસરણ કરે છે. આ જાહેરાતો બંધ થવી જોઈએ.(5) પાન મસાલા ગુટખાના સેવનથી કેન્સર જેવી ગંભીર જીવલેણ બીમારી થાય છે.(6) પાન મસાલા ગુટકાની બનાવટમાં વપરાતા કાચા માલ સામાનની કોઈ વિગત જાહેર કરવામાં આવતી નથી તેમ જ પાન મસાલા ગુટકાની સમાય અંતરે સેમ્પલ લઇ યોગ્ય ચકાસણી કરવામાં આવતી નથી. અને તેના પ્રમાણમાં અસમાન્ય વધઘટ જોવા મળતી હોય. ગંભીર બીમારીઓને ખેંચી લાવે છે.
જીવલેણ બીમારીઓના કારણે સરકારને તથા પરિવારજનોને આર્થિક, સામાજિક નુકસાન ગણી ન શકાય તેટલી માત્રામાં થાય છે.

સુચિત્રા પાલ, પ્રમુખ
ગ્રાહક સુરક્ષા -ગ્રાહક સત્યાગ્રહ- ગ્રાહક ક્રાંતિ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.