નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે પોરબંદરમાં સર્વિસ રોડ ધોવાયા - At This Time

નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે પોરબંદરમાં સર્વિસ રોડ ધોવાયા


પોરબંદર જિલ્લાને ત્રણ-ત્રણ ટોલનાકા દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી દિવસ રાત લુટી રહી છે, પરંતુ સુવિધા આપવાની વાત આવે ત્યારે અખાડા કરે છે. પોરબંદરના બે માળના ઓવરબ્રિજ પાસેથી પસાર થતા સર્વિસ રોડ અત્યંત બિસ્માર બની ગયા છે, કારણકે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને કયાંક બ્રિજ ઉપરથી પાણી સીધા સર્વિસ રોડ ઉપર જાય ! છે, જેના કારણે વાહનચાલકોને ભંગાર સર્વિસ રોડ પરથી પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે. માધવાણી કોલેજ સામે તેમજ નરસંગ ટેકરીના ડો.આંબેડકરનગર વિસ્તારમાં અને ઉદ્યોગનગરના ઘાસ ગોડાઉન નજીક સર્વિસ રોડ પર મસમોટા ગાબડા પડી ગયા છે અને જેના કારણે વાહન અકસ્માતો થઈ રહ્યા છે. વહેલીતકે નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધિશોએ આ સર્વિસ રોડનું સમારકામ કરાવવું જોઈએ તેવી માંગણી ઉઠી છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.