ધંધુકા સ્વામિનારાયણનગર માં ઘર ઉપર વીજળી પડતા વાયરીંગ બળીને ખાખ - At This Time

ધંધુકા સ્વામિનારાયણનગર માં ઘર ઉપર વીજળી પડતા વાયરીંગ બળીને ખાખ


ધંધુકા સ્વામિનારાયણનગર માં ઘર ઉપર વીજળી પડતા વાયરીંગ બળીને ખાખ

ધંધુકા ભાવનગર હાઈવે ઘરડા ઘરની બાજુમાં આવેલ સ્વામિનારાયણ નગર માં એક ઘર ઉપર વીજળી પડતાં ઘરનું વાયરીંગ બળી જવા પામ્યું હતું.ધરના ઉપરના માળે ખુણામાં મોટો પોપડો પાડી દીધો હતો

મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે ધંધુકા ભાવનગર હાઈવે ઘરડા ઘરની બાજુમાં આવેલ સ્વામિનારાયણ નગર માં સાંજે એક ઘર પાસે લાઈટ ના થાભલા ઊપર વીજળી પડી ને સીધી બાજુના મકાનના ઉપરના ટોચે થઈ ને વીજળી ચડી ગઈ હતી ઘરનાં ખુણાનો ભાગ તૂટી જવા પામ્યો હતો. આ દરમિયાન કોઈ જાનહાની થવા પામી ન હતી.

ઘર ઉપર વીજળી પડતાં ઘરમાં રહેલ વીજ ઉપકરણ બળીને ખાક થયા હતા. એટલુ જ નહિ, ઘરની દિવાલો ઉપર ના ભાગ માં પોપડો તેમજ સામાન્ય તિરાડો પડી હતી.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.