રાજકોટ શહેર એસ.ટી.નિગમના વિવિધ કામોના ઈ-લોકાર્પણ કરાશે. હર્ષ સંઘવી - At This Time

રાજકોટ શહેર એસ.ટી.નિગમના વિવિધ કામોના ઈ-લોકાર્પણ કરાશે. હર્ષ સંઘવી


રાજકોટ શહેર તા.૨/૧/૨૦૨૫ ના રોજ ગૃહ અને વાહન વ્યવહાર વિભાગ મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રાજકોટ ખાતે તા.૪ જાન્યુઆરીના રોજ રૂ.૯૮૦.૩૭ લાખના ખર્ચે એસ.ટી નિગમના વિવિધ કામોના ઈ-લોકાર્પણ કરાશે. તા.૪ ના રોજ બપોરના ૧ કલાકે વિભાગીય કચેરી, ગોડલ રોડ, એસ.ટી. રાજકોટ ખાતે નવીન ઈન્ફાસ્ટ્રક્ચર બાંધકામ માટે અંદાજીત રૂ.૬૩૭.૩૭ લાખના ખર્ચે આકાર પામેલ એસ.ટી.વિભાગીય કચેરી અને ગોંડલ ખાતે ૩૪૩.૦૦ લાખના ખર્ચે આકાર પામેલ ગોંડલ એસ.ટી.ડેપો વર્કશોપ તેમજ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવીન ૮ હાઈટેક વોલ્વો બસોનું લોકાર્પણ કરાશે. કાર્યક્રમમાં મંત્રી સાથે જીલ્લાના અન્ય મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. નવીન લોકાર્પિત ૮ હાઈટેક વોલ્વો બસોની વિશેષતાઓમાં આરામદાયક ૨.૨ લેધર પુશબેક સીટ, CCTV કેમેરા, મોબાઈલ ચાર્જીંગ ફેસીલીટી, ફાયરસેફ્ટી માટે અદ્યતન સ્પ્રીંકલ સિસ્ટમ, સ્મોક ડીટેકટર અલાર્મ, LED TV એક્ઝોસ્ટ ફેન સાથે હેચ તેમજ ઇમરજન્સી એક્ઝીટ ડોર જેવી આધુનિક ટેકનોલોજી અને સુવિધાઓથી સજ્જ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે તેમજ તેઓની જનસુખાકારીમાં વધારો થવા પામશે. ઉપરાંત રાજકોટ વિભાગીય કચેરી ખાતે કામકાજ અર્થે આવનાર જાહેર જનતા અને ગોંડલ એસ.ટી.ડેપો વર્કશોપ ખાતે કરવામાં આવતા નિગમની બસોના મેન્ટેનન્સની સુવિધામાં તેમજ બંને સ્થળે ફરજ બજાવતા કર્મચારીશ્રોની સુવિધામાં વધારો થવા પામશે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.