પોરબંદર જિલ્લાના ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી અમિતાભ શાહની નિમણૂક - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lxadzxjkwiu3uqts/" left="-10"]

પોરબંદર જિલ્લાના ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી અમિતાભ શાહની નિમણૂક


પોરબંદર જિલ્લાના ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી અમિતાભ શાહની નિમણૂક

પોરબંદર અને કુતિયાણાની બેઠક પર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી ખર્ચ દેખરેખ માટે કાર્યરત વિવિધ ટીમ અને નોડલ અંગે જાણકારી મેળવી

કલેકટર શ્રી અશોક શર્મા સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ઓબ્ઝર્વરશ્રીને આવકાર્યા

પોરબંદર તા.૬ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ સંદર્ભે ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા પોરબંદર જિલ્લાના ૮૩-પોરબંદર અને ૮૪-કુતિયાણા વિધાનસભા મતવિભાગ માટે ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી અમિતાભ શાહની નિમણુંક કરવામાં આવેલ છે.

ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી અમિતાભ શાહએ આજે પોરબંદરની મુલાકાત લઇ પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અશોક શર્મા, નોડલ ઓફિસર ખર્ચ મેનેજમેન્ટ અને જિલ્લા વિકાસ અધિકારી, તેમજ પોલીસ અધિક્ષક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પાસેથી ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર પોરબંદર જિલ્લામાં ખર્ચના દેખરેખ માટે ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે જાણકારી મેળવી હતી. કલેક્ટર શ્રી સહિતના અધિકારીઓએ ખર્ચ ઓબ્ઝર્વરશ્રી ને આવકાર્યા હતા

ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ સંદર્ભે કરવાની થતી કાર્યવાહીના અનુસંધાને જિલ્લાની પૂર્વતૈયારી અને આયોજન બાબતે જાણકારી મેળવી ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ અંગે ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હીની વખતોવખતની સૂચનાઓ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા (સપ્ટેમ્બર-૨૦૨૨) મુજબ કરવાની થતી કાર્યવાહી પરત્વે માર્ગદર્શન આપી આ સંદર્ભે તાલુકા -વિધાનસભા મતવિભાગવાઇઝ રચવામાં આવેલફલાઇગ સ્કવોર્ડ ટીમ (FST), સ્ટેટીક સર્વેલન્સ ટીમ(SST), વિડીયો સર્વેલન્સ ટીમ(VST),વિડીયો વ્યુઇંગ ટીમ(VVT), એકાઉન્ટીંગ ટીમ(AT) વિગેરે ટીમોને માહિતગાર કરવા સુચના આપવામાં આવેલ હતી.

ખર્ચ ઓબ્ઝર્વરશ્રી દ્વારા મતદારો -નાગરિકો ભારતના ચૂંટણી પંચ, નવીદિલ્હી દ્વારા તૈયાર કરવામાં આવેલ C-Vigil App અને ટોલ ફ્રી નંબર ૧૯૫૦ નો મહતમ

ઉપયોગ કરી ચૂંટણી સંબંધિત ગેરરીતિ સામે ફરિયાદો સરળતાથી કરી શકે તે માટે C-Vigil App અને ટોલ ફ્રી નંબર – ૧૯૫૦ નો મહતમ પ્રચાર-પ્રસાર કરવા જણાવ્યું હતું. ખર્ચ ઓબ્ઝર્વર શ્રીના મોબાઈલ નં.૯૦૧૬૬૭૬૨૮૭ ઉપર પણ સંપર્ક કરી ખર્ચ અંગે રજૂઆત કરી શકાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]