જેતપુર પોલીસ ત્રાટકી: ચાઈનીઝ દોરી વેંચતા 4 વેપારી સામે ગુનો નોંધ્યો - At This Time

જેતપુર પોલીસ ત્રાટકી: ચાઈનીઝ દોરી વેંચતા 4 વેપારી સામે ગુનો નોંધ્યો


તા...31/12/2024

MUKTAR MODAN JETPUR
ATT THIS TIME

જેતપુર પોલીસે ઉતરાયણ પૂર્વે સઘન ચેકીંગ કરી માનવ અને પક્ષીઓના ગળા કાપતી ચાઈનીઝ દોરીઓનું વેચાણ કરતા ચાર વેપારીઓ સામે ગુનો નોંધી 66 દોરાની ફીરકી સાથે રૂા.13 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.

દરોડાની વિગત મુજબ, જેતપુર સીટી પોલીસ મથકની ટીમ થર્ટી ફર્સ્ટ અને ઉતરાયણ પૂર્વે પેટ્રોલીંગમાં હતી ત્યારે કેટલાક વેપારીઓ ચાઈનીઝ દોરીઓનું વેંચાણ કરે છે તેવી મળેલ ચોકકસ બાતમીના આધારે દરોડા પાડી જેતપુર લીલાપીઠ પાસે જાહેર રોડ પર ચાઈનીઝ દોરી વેચતા કેતન અરજણ નળીયાપરા અને અફજલ રફીક ઠાસટીયા વિરૂધ્ધ ગુનો નોંધી 4 ચાઈનીજ દોરીની ફરકી સાથે કેતન નળીયાપરાની ધરપકડ કરી હતી.

જ્યારેઅફજલ ઠાસરીયાની શોધકોળ હાથ ધરી હતી. જ્યારે જેતપુર ફુલવાડી પાસે રહેતો હનીફ ઈબ્રાહીમ ચીતરીયાના મકાનમાં દરોડો પાડી ચાઈનીઝ દોરી ફીરકી 60 નંગ રૂા.12 હજારનો મુદામાલ પકડી હનીફ ઈબ્રાહીમ ચીતલીયાની ધરપકડ કરી હતી. ઉપરાંત જેતપુરના ઉંધી શેરી શાક માર્કેટ પાસે રહેતા અહેમદ ઉર્ફે બાબ સલીમ મંગીયાણાના મકાનમાં દરોડો પાડી ચાઈનીઝ દોરી ફીરકી નં.2 સાથે મકાન માલીકને પકડી પાડયો હતો

કામગીરી કરનાર અધિકારીઓ :-
જેતપુર સીટી પોલીસ મથકના PI એ.ડી.પરમાર, તથા PSI વી.સી.પરમાર તથા ASI રવજીભાઇ હાપલીયા, રાજદિપસિંહ ચૌહાણ, પો.હેડ કોન્સ. ધવલભાઈ ગાજીપરા, જયેશભાઇ દાફડા, પો.કોન્સ. શક્તિસિંહ સરદારસિંહ તથા લખુભા ગંભીરસિંહ તથા વિરેન્દ્રસિંહ રાઠોડ તથા પરેશભાઇ સાકરીયા તથા જૈવીકભાઇ લિંબાણી તથા અમીતભાઇ સિધ્ધપરા સહિતના જોડાયા હતા


9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.