મેળામાં 338 સ્ટોલ, 1734 ફોર્મ ઉપડ્યાં : 611 ભરાયાં
સ્ટોલના ફોર્મ માટે આજે છેલ્લો દિવસ
લોકમેળાનું નામ રાખવા માટે મળશે બેઠક
રાજકોટના પ્રસિધ્ધ લોકમેળા માટે હવે એક મહિનો બાકી રહ્યો છે ત્યારે તેનું નામ રાખવા માટે નિર્ણય લેવાયો છે અને આગામી સમયમાં તેના માટે મિટીંગ મળશે. રાજકોટમાં છેલ્લે 2019માં લોકમેળો યોજાયો હતો અને તેમાં તેનું નામ ગોરસ લોકમેળો રખાયો હતો. છેલ્લા થોડા વર્ષોથી નામ રાખવાની પ્રથા ચાલુ કરાઈ હતી પણ પછી કોરોનાનું વિઘ્ન આવ્યું હતું. હવે ફરી આયોજન થયું ત્યારે સૌથી પહેલા નામ રાખવા માટે કોઇ તૈયારી ન હતી કારણ કે બીજી તૈયારીઓ માટે સમય ઓછો હતો પણ હવે તૈયારીઓ આખરી તબક્કામાં છે ત્યારે નામ રાખવા માટે બેઠક મળશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.