વડનગર ભાવસાર અને બ્રહ્મ ક્ષત્રિય સમાજ કુળદેવી હિંગળાજ માતાજી નો પ્રાગટ્ય દિવસ ઉજવણી કરી
વડનગર ભાવસાર અને બ્રહ્મ ક્ષત્રિય સમાજ કુળદેવી હિંગળાજ માતાજી નો પ્રાગટ્ય દિવસ ઉજવણી કરી
ઔતિહાસિક પૌરાણિક નગરી વડનગર માં ગૌરીકુંડ ની બાજુ માં આવેલું ભાવસાર અને બ્રહ્મ ક્ષત્રિય સમાજ ની કુળદેવી હિંગળાજ માતાજી નો પ્રાગટ્ય દિવસ ની ફાગણ વદ ૧૩ ના ગુરુવાર એ તારીખ ૨૭/૦૩/૨૦૨૫ ના રોજ માતાજી ના પ્રાગટ્ય દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં માતાજી ને દર્શન,વૈદિક મંત્ર જાપ તથા આરતી સ્તુતિ ભજન સંધ્યા કરી ને મહાપ્રસાદ લીધો હતો અને હિંગળાજ માતાજી નો પ્રાગટ્ય દિવસ ના ઉત્સવ ઉજવ્યો હતો. ભાવસાર તથા બ્રહ્મ ક્ષત્રિય સમાજ ની કુળદેવી હિંગળાજ માતાજી ને અંતરમન થી પ્રાર્થના કરી ને નિજ મંદિર કોઈ પરમ પિતા પરમેશ્વર ની શક્તિ ની ઉર્જા ઉતરી આવી હોય તેવું આહલાદક વાતાવરણ બનાવ્યું હતું અને ઉર્જા ની અનુભૂતિ કરી હતી.
ૐ ઐ:હ્રીં:કિલીમ્ હિંગળાજ માતા વિચ્ચયૈ ||
આ પ્રકારના તમામ સમાચાર માટેે
