ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો.
ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ વાહનો તથા સોના ચાંદીના દાગીના તેમજ મોબાઈલ ફોન પરત કરતી ધંધુકા પોલીસ.
આમ પ્રજામાં પોલીસ પ્રત્યેનો લોકોનો અભિગમ બદલાય તેમ જ પોલીસ પ્રજાનો મિત્ર છે તે ખરા અર્થમાં સાર્થક થાય અને સતત લોક જાગૃતિ દ્વારા લોક સંપર્ક જળવાઈ રહે તે ઉદ્દેશ સાથે કાર્યક્રમ યોજાયો હતો.
કોઈ ચોક્કસ દિવસે તેરા તુજકો કાર્યક્રમ અર્પણ યોજી કબજે કરેલ મુદ્દા માલ મૂળ માલિકને પરત સોંપવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર આર ડી ગોજીયાના માર્ગદર્શન હેઠળ ખાસ સુચના આપેલ હોય ક્રાઇમ રાઇટર દ્વારા રેકર્ડ ચકાસીને મૂળ માલિકને મુદામાલ પરત સોંપવામાં આવ્યા હતા. જે મુદામાલ માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવી કોર્ટ રાહે કાર્યવાહી કરાવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મુદામાલ મૂળ માલિકોને પરત સોંપી ધંધુકા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરી હતી
(૧) ફોર વ્હીલ ઇક્કો કાર - ૦૧ જેની કિંમત રૂ. ૪,૦૦,૦૦૦/
(૨) મોટર સાઇકલ નંગ – ૦૧ જેની કુલ કિંમત રૂ. ૧૦,૦૦૦/-
(૩) ગુમ થયેલ મોબાઈલ ફોન નંગ – ૦૧ જેની કુલ કિંમત રૂ. ૧૩,૫૦૦/-
(૪) કબ્જે કરેલ મોબાઇલ ફોન નંગ - ૦૧ જેની કુલ કિંમત રૂ. ૫,૦૦૦/-
(૫) ચોરી/ધરફોડ તથા પોકસોના ગુનામા કબ્જે કરેલ કિંમતી સોના-ચાંદીના દાગીના-જેની કુલ કિંમત રૂ. ૨૮,૭૦૦/-
આમ આજરોજ સદર પ્રોગ્રામ હેઠળ રૂ. ૪,૫૭,૨૦૦/- નો
મુદામાલ મૂળ માલિકને ધંધુકા પોલીસે પરત સોંપી સરાહનીય કામગીરી કરી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.