રાણપુર માં સફાઈ કામદારોની દાદાગીરી થી લોકો પરેશાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lvsrfs2vdldlgxnn/" left="-10"]

રાણપુર માં સફાઈ કામદારોની દાદાગીરી થી લોકો પરેશાન


રાણપુર માં સફાઈ કામદારોની દાદાગીરી થી લોકો પરેશાન

બોટાદ જિલ્લાના તાલુકા મથક રાણપુર શહેર અંદાજે 25 હજાર કરતાં વધારે વસ્તી ધરાવે છે. રાણપુર ગામમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી ના થર જોવા મળી રહ્યા છે. ત્યારે ગામના સરપંચ દ્વારા ગામમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ સફાઈ કામદારો દ્વારા છેલ્લા ઘણા સમયથી જુદા જુદા પ્રશ્નોને લઈને હડતાળ કરવામાં આવી છે. આ ગામના સરપંચ દ્વારા કોન્ટ્રાક્ટ બેઈજ ઉપર બીજા સફાઈ કામદારો લાવી ગામમાં સફાઈ ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ગઈ કાલે જુના સફાઈ કામદારો દ્વારા નવા કોન્ટ્રાક્ટ બેઈજ ઉપર આવેલા કામદારો ઉપર હુમલો કરી માર મારવાની ઘટના બનતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી. ત્યારે સફાઇ કામદારોની દાદાગીરી ના વિરોધમાં આજે રાણપુર માં સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધ ના એલાનમાં સમગ્ર ગામનો સારો પ્રતિસાદ મળતા આજે રાણપુર શહેર સજ્જડ બંધ રહ્યું હતું. સમગ્ર ઘટના બાબતે ગામના સરપંચ ગોસુભા પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સફાઈ કામદારોની આ સમસ્યા છેલ્લા 30 વર્ષથી છે. જ્યારે પણ કોઈ નવા સરપંચ આવે ત્યારે આ લોકો કાયમ આજ રીતે હડતાલ ઉપર ઉતરે છે. ત્યારે ગામ લોકો પણ આ સફાઈ કામદારો થી હેરાન પરેશાન થઈ રહ્યા છે. સફાઈ કામગીરી ના અભાવે ઠેર ઠેર ગંદકી ના થર જામી રહયા છે. ત્યારે સમગ્ર મુદ્દે કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી સાથે સફાઈ કામદારો ની દાદાગીરી ના વિરોધમાં

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]