વિરપુર તાલુકાની જોધપુર પ્રાથમિક શાળા ખાતે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો મામલતદાર હસ્તે શુભારંભ…
હવેથી વિદ્યાર્થીઓને ભોજન ઉપરાંત નાસ્તો પણ મળશે
ગુજરાત સરકારે 'પઢાઈ ભી,પોષણ ભી'ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવામાં આવી છે જેને લઈને વિરપુર તાલુકાની જોધપુર પ્રાથમિક શાળા ખાતે આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો વિરપુર તાલુકાની જોધપુર પ્રાથમિક શાળા ખાતે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો ટીડીઓ અને મામલતદાર દ્રારા આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ યોજના અંતર્ગત અધીકારીઓએ જણાવ્યું હતું કે, આ યોજના અન્વયે તાલુકાની ૧૩૮ શાળાના બાળકોને નાસ્તો તૈયાર કરી બાળકોને પીરસવામાં આવશે. જેમાં આશરે ૧૧૬૧૯ બાળકોને લાભ મળશે. મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને સ્વાદિષ્ટ ભોજન બપોરે આપવામાં આવે છે, ત્યારે બાળકોને રોજ જુદો જુદો પૌષ્ટિક નાસ્તો પણ મળી રહેશે. જેનાથી બાળકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનામા મામલતદાર, ટીડીઓ, વિરપુર ગ્રામ પંચાયત વહીવટદાર સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહી આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.