ભાભરમાં પીવાનું પાણી ૩ દિવસથી ન આવતા નગરજનો ગરમીમાં તોબા પોકારી ગયા . - At This Time

ભાભરમાં પીવાનું પાણી ૩ દિવસથી ન આવતા નગરજનો ગરમીમાં તોબા પોકારી ગયા .


ભાભરમાં છેલ્લા કેટલાક સમયથી નગર પાલિકાનો વહીવટ ખોરંભાયો છે પાલિકાના કર્મચારીઓની મનમાની ને કારણે નગરજનો પરેશાન છે ભાભર જુનામાં આવેલ દુમાદરાવાસ, રાવળવાસમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી ન આવતું હોવાનું રહીશો જણાવી રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અહીં ગટરોનુ પાણી ઉભરાતા જાહેર રસ્તા પર ગંદકી થવા પામી છે. જેથી રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે હાલમાં પીવાનું પાણી ભાડાથી ટેન્કર મંગાવીને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે તો સત્વરે નગરપાલિકા દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે તેવી માંગ મિડીયા દ્વારા કરવામાં આવેલ વધુ આ વિસ્તારમાં સ્ટેટ લાઇટ પણ બંધ રહેશે તે પણ ચાલુ કરવામાં આવે.


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.