જીઆઈડીસીમાંથી રૂા.4.89 લાખના વિદેશી દારૂ સાથે ત્રણ રાજસ્થાની પકડાયા - At This Time

જીઆઈડીસીમાંથી રૂા.4.89 લાખના વિદેશી દારૂ સાથે ત્રણ રાજસ્થાની પકડાયા


રાજકોટ રૂરલ એલસીબીની ટીમે સપાટો બોલાવી મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ શેડમાંથી રૂા.4.89 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ રાજસ્થાનીને દબોચી કાર્યવાહી કરી હતી. જયારે પુછપરછમાં સપ્લાયર તરીકે બે રાજસ્થાની શખ્સોના નામ ખુલતા તેને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે. દરોડાની વિગત અનુસાર રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસ.પી. જયપાલસિંહ રાઠોડએ દારૂ જુગારની બદી દુર કરવાની આપેલ સુચનાથી રૂરલ એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.સી. ગોહીલ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા
ત્યારે મેટોડા જીઆઈડીસી ગેઈટ નં.2માં આવેલ ગોડાઉન-શેડમાં મોટો દારૂનો જથ્થો ઉતર્યો હોવાની ચોકકસ બાતમી મળતા હેડ કોન્સ્ટેબલ રવિદેવ બારડ, કોન્સ. પ્રકાશ પરમાર, નેમીષ મહેતા અને મનોજ બાયલ સહીતની ટીમે મેટોડા જીઆઈડીસીમાં આવેલ શેડમાં દરોડો પાડતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે ત્રણ શખ્સોને દબોચી તેના નામ પુછતા ઓમપ્રકાશ રામલાલ બીશ્નોઈ (ઉ.24), મુકેશ મુનમારામ જાંગુ (ઉ.27) અને હુકમારામ સોનારામ ખીલેરી (ઉ.34) જણાવ્યું હતું.
એલસીબીની ટીમે ગોડાઉનમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 2592 રૂા.4.89 લાખનો જથ્થો પકડી પાડયો હતો. પોલીસે દારૂ, બોલેરો કાર, બાઈક અને મોબાઈલ ફોન-3 મળી રૂા.8.74 લાખનો મુદામાલ કબ્જે કરી પકડાયેલ ત્રણેય શખ્સોની પુછપરછ હાથ ધરી હતી. પુછપરછમાં ભાડે રાખેલ ગોડાઉન રાજકોટના વેપારીનું હોવાનું કબુલ્યું હતું. તેમજ તેમને દારૂનો જથ્થો રાજસ્થાનથી સુખદેવ ઉર્ફે પિન્ટુ બાદરારામ બિશ્નોઈ અને મુકેશ ગોછારા (રહે. બન્ને રાજસ્થાન) સપ્લાય કર્યો હોવાનું કબુલ્યું હતું.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon