બોટાદ જિલ્લાની બંન્ને બેઠકો પર સરેરાશ ૫૭.૫૯ ટકા મતદાન નોંધાયું : કુલ ૩,૧૯,૬૯૮ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lv9plicwvkysb5g1/" left="-10"]

બોટાદ જિલ્લાની બંન્ને બેઠકો પર સરેરાશ ૫૭.૫૯ ટકા મતદાન નોંધાયું : કુલ ૩,૧૯,૬૯૮ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો


ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ના પ્રથમ તબક્કાનું મતદાન તા.૧ ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થયું હતું .જેમાં બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬- ગઢડા(અ.જા) અને ૧૦૭- બોટાદ વિધાનસભાની બંન્ને બેઠકો પર સરેરાશ ૫૭.૫૯ ટકા મતદાન નોંધાવા પામ્યું છે. જેમાં કુલ-૩,૧૯,૬૯૮ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી પ્રાપ્ત માહિતી મુજબ, ૧૦૬-ગઢડા વિધાનસભા મતવિસ્તારમાં ૭૪,૦૨૧ પુરુષ મતદારો, ૬૦,૬૪૦ મહિલા મતદારો અને ૦૧ અન્ય મતદાર મળીને કુલ-૧,૩૪,૬૬૨ મતદારોએ મતદાન કર્યુ હતું. જેને પગલે ૧૦૬-ગઢડા વિધાનસભા મતવિસ્તારમાં ૫૧.૦૪ ટકા મતદાન નોંધાયું હતું,

તેવી જ રીતે, ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં ૧,૦૧,૩૫૨ પુરુષ મતદારો, ૮૩,૬૮૨ મહિલા મતદારો અને ૦૨ (બે) અન્ય મતદારો મળીને કુલ ૧,૮૫,૦૩૬ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેને પગલે ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં ૬૩.૫૩ ટકા મતદાન નોંધાયું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]