ગોધરા- લોકસભાની ચુટણી પહેલા કોંગ્રેસનો હાથ છોડતા ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતીના ડેલીગેટ અને પંચમહાલના યુવા નેતા દુષ્યંતસિંહ ચૌહાણ
ગોધરા,
પંચમહાલ લોકસભાની ચુટણી પહેલા કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે. પંચમહાલ કોંગ્રેસના યુવાનેતા અને ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતીના ડેલીગેટ એવા દુષ્યતસિંહ ચૌહાણે કોંગ્રેસના વિવિધ હોદ્દા પરથી રાજીનામુ ધરી દેતા ખળખભાટ મચી જવા પામ્યો હતો. સાથે સાથે શહેરા તાલુકાના 30થી વધુ હોદ્દેદારોએ રાજીનામુ આપી દીધુ છે. પ્રદેશકક્ષાએ અમારી રજુઆતો સાભંળવામા નથી આવતી હોવુ તેમને મિડિયા સમક્ષ જણાવ્યુ હતુ. જેના કારણે રાજીનામુ આપ્યુ છે,અમે હાલ બીજી કોઈ પાર્ટીમાંથી જોડાવામા નથી.
પંચમહાલ લોકસભા બેઠક પર ચુટણી યોજાવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે,ત્યારે પંચમહાલ કોંગ્રેસને તે પહેલા એક મોટો ફટકો પડ્યો છે. પંચમહાલ કોંગ્રેસના યુવા નેતા દુષ્યતસિંહ ચૌહાણે કોંગ્રેસનાપ્રાથમિક સભ્ય પદે તેમજ અન્ય હોદ્દાઓ પરથી રાજીનામુ ધરી દીધુ છે. સાથે શહેરા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના હોદ્દેદારો તેમજ અન્ય ગોધરા વિધાનસભાના કોગ્રેસના હોદ્દેદારોએ રાજીનામુ આપી દીધુ છે. આ અંગે પ્રદેશ કક્ષાએ પણ લેખિત જાણ કરવામા આવી છે. દુષ્યંતસિંહ ચૌહાણ કોંગ્રેસના યુવાનેતા છે. તેઓ 2017મા શહેરા વિધાનસભા બેઠક પરથી કોગ્રેસપક્ષમાથી ચુટણી લડી ચુક્યા છે
- કોંગ્રેસના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યુ છે- દુષ્યંતસિંહ ચૌહાણ ( કોગ્રેસ નેતા)
હાલમા લોકસભાની ચુટણીને લઈને તેમા વાંરવાર પ્રદેશ અને જીલ્લા કક્ષાએ રજુઆતો કરતા તેના પર ધ્યાન આપવામા નથી આવ્યુ તેના કારણે તેના કારણે રાજીનામુ આપ્યુ છે. હાલમા અન્ય કોઈ પક્ષમા જોડાવાના નથી. અને અમારી સાથે અન્ય પણ પક્ષના કાર્યકરો રાજીનામુ આપ્યુ છે.આગળ શુ કરવુ એ અંગે કાર્યકરો સાથે ભેગા મળીને નિર્ણય લેશુ.તેમ મિડીયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ.
- રાજીનામા પત્રમાં દુષ્યતસિંહ ચૌહાણે લખ્યુઃ કોંગ્રેસ પક્ષે મારી કામના કરતાં પણ ઘણુબધું મને આપ્યું,
રાજીનામા પત્રમા જણાવ્યુ હતુ કે શક્તિસિંહ ગોહિલ સાહેબ પ્રમુખ શ્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન, પાલડી.(અમદાવાદ)ને લખીને સબોંધન કરતા જણાવ્યુ છે કે જય ભારત સાથે જણાવાનું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે મારી કામના કરતાં પણ ઘણુબધું મને આપ્યું છે, જે પક્ષનો તથા કેન્દ્રીય નેતાગણ, પ્રદેશ નેતાગણનો ઘણો આભાર માનું છુ. શક્ય તેટલી પક્ષમાં વફાદારી નિભાવી છે, પરંતુ હું મારા અંગત કારણોસર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ડેલિકેટના હોદ્દા પરથી તેમજ કોંગ્રેસ પાર્ટીની તમામ જવાબદારીઓ તથા કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી હું દુષ્યંતસિંહ નરવતસિંહ ચૌહાણ રાજીનામું આપું છુ.પક્ષના આગેવાનો, કાર્યકરો અને શુભેકિો જે મને ભૂતકાળમાં કામગીરી કરવા માટે સાથ સહકાર અને સહયોગ આપ્યો તે બદલ પંચમહાલ જિલ્લાના તમામ વ્યક્તિઓનો હદયપૂર્વક આભાર માનું છુ.
રિપોર્ટ , વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.