ધંધુકામાં જીપનો કાચ તોડી રૂ. 6.90 લાખ રોકડા ભરેલા થેલાંની ચોરી કરવા પ્રયાસ. - At This Time

ધંધુકામાં જીપનો કાચ તોડી રૂ. 6.90 લાખ રોકડા ભરેલા થેલાંની ચોરી કરવા પ્રયાસ.


ધંધુકામાં જીપનો કાચ તોડી રૂ. 6.90 લાખ રોકડા ભરેલા થેલાંની ચોરી કરવા પ્રયાસ

પોલીસ ઉંઘતી ઝડપાઇ, તસ્કર ફરાર: આમજનતાની માલમત્તાની સુરક્ષા અંગે સવાલો

અમદાવાદ જીલ્લા ના ધંધુકામાં છેલ્લાં કેટલાંક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. ત્યારે શનિવારે ધોળા દિવસે સતત ધમધમતા સ્ટેશન રોડ પર એડીસી બેન્ક સામે જાહેરમાં જીપના દરવાજાનો કાચ તોડી રૂ.6.90 લાખ રોકડ ભરેલા થેલાની ચોરી કરવાનો પ્રયાસ થતાં ચક્યાર મચી ગઈ હતી. જો કે, લોકોની નજર તસ્કર ઉપર પડતાં દેકારાથી આરોપી શખસ ફરાર થઇ ગયો હતો. આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી પણ પોલીસની નિષ્ક્રિયતા સામે
સવાલ ઉઠી રહ્યાં છે.

ધંધુકા શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધતો દેખાઈ રહ્યો છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા સ્ટેશન રોડ પર એડીસીબેન્કની સામે આવેલા હરિદર્શન કોમ્પલેક્સ પાસે પાર્ક કરેલી જીપનો કાચ તોડી ધોળા દિવસે રૂ.6.90 લાખ રોકડ રક્મ ભરેલો થેલો ચોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, લોકોની નજર પડતા બુમાબૂમ થતા ચોર નાસી છૂટ્યા હતા. આ મુદ્દે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. પરંતુ ધોળા દિવસે બનેલા બનાવથી લોકોમાં સલામતીને લઈ સવાલો ઉઠાવી રહ્યા છે.સમગ્ર મામલે પોલીસ ચોપડે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.હાલમાં આ બનાવને લઈને શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.શહેરમાં આવી ઘટના બનતા લોકોમાં તેમની કિંમતી માલમત્તાની સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 760780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.