અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું.. - At This Time

અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બનેતે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું..


અરવલ્લીનો વટ વચન અને વોટ,
દસ મિનિટ દેશ માટે
લોકસભા ચૂંટણીમાં મતદાન માટે.

ભિલોડા તાલુકામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં પ્રેરણા હાઈસ્કૂલ ખાતે મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
આપણા અરવલ્લી જિલ્લામાં મહિલા મતદાન ૧૦૦% થાય અને તેમ દરેક મહિલાઓ મતદાનના દિવસે મતદાન કરે તેવી અપીલ કરું છું: જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક.

અરવલ્લી-લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઇ રહ્યા છે.અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં વિવિધ મતદાન જાગૃતિ અભિયાન થકી અનેક પ્રકારના સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે.જેમાં ઉત્સાહથી નાગરિકો સહભાગી થઈ રહ્યા છે.

અરવલ્લીમાં મતદાન જાગૃતિ અંતગર્ત ભિલોડા તાલુકામાં શ્રી. પ્રેરણા હાઈસ્કૂલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીકની ઉપસ્થિતિમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મહિલાઓને સંબોધન કરતા મતદાન અને મતનું મહત્વ કેટલું છે તે જણાવ્યું,અરવલ્લી જિલ્લાની દરેક મહિલા ૭ તારીખે મતદાન કરવા બહાર નીકળે અને અચૂક મતદાન કરે તેવી અપીલ કરી હતી.સાથે તેમણે મતદાન આપણો અધિકાર છે અને અચૂક મતદાન કરીએ તેવી અપીલ કરી,આપણા જિલ્લામાં ૧૦૦% મતદાન થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.અનેક પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.તમે તમામ સહભાગી થાઓ અને મતદાન અચૂક કરો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન મોબાઈલમાં ક્વીઝ અને વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં જીતનારના ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી,પ્રાંત અધિકારીશ્રી મોડાસા,મામલતદારશ્રી મોડાસા,સ્વિપ નોડલ અધિકારીશ્રી,પ્રેરણા હાઈસ્કૂલના ટ્રસ્ટીશ્રી,અન્ય અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને
મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.