અંકલેશ્વર માં 70 વર્ષી થી વધુ વય ના વરિષ્ઠ મતદારો ને મતદાન કરવા વિનંતી પત્ર પાઠવવામાં આવ્યા =મામલતદાર ,નાયબ મામલતદાર ,પાલિકા ના પ્રમુખ ,અને ચીફ ઓફિસરે ઘરે પહોંચી વિનંતી પત્ર પાઠવ્યા =વરિષ્ઠ મતદારો એ યુવા મતદારો ને મતદાન કરવા અપીલ કરી
અંકલેશ્વર માં 70 વર્ષી થી વધુ વય ના વરિષ્ઠ મતદારો ને મતદાન કરવા વિનંતી પત્ર પાઠવવામાં આવ્યા
=મામલતદાર ,નાયબ મામલતદાર ,પાલિકા ના પ્રમુખ ,અને ચીફ ઓફિસરે ઘરે પહોંચી વિનંતી પત્ર પાઠવ્યા
=વરિષ્ઠ મતદારો એ યુવા મતદારો ને મતદાન કરવા અપીલ કરી
0 અંકલેશ્વર
અંકલેશ્વર ના મામલતદાર ,નાયબ મામલતદાર ,નગર પાલિકા ના પ્રમુખ અને ચીફ ઓફિસર સ્ટાફ સાથે મતદાર યાદી માં નોંધાયેલ 70 વર્ષ થી વધુ વય ના વરિષ્ઠ મતદારો ના ઘરે ઘરે પહોંચી મતદાન કરે તે માટે વિનંતીપત્ર પાઠવ્યા હતા ,અને વરિષ્ઠ મતદારો એ પણ યુવાનો ને મતદાન કરવા અપીલ કરી હતી ,
ગુજરાત ના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા આગામી વિધાનસભા ની ચૂંટણી માં મતદાર યાદી માં નોંધાયેલ 70 વર્ષ થી વધુ વય ના વરિષ્ઠ મતદારો ને મતદાન માટે પ્રેરિત કરવા માટે તેઓ ના ઘરે ઘરે પહોંચી વિનંતીપત્ર પાઠવવા ના આયોજન ના ભાગ રૂપે અંકલેશ્વર ના મામલતદાર કરણસિંહ રાજપૂત ,નાયબ મામલતદાર અલ્પેશ પરમાર ,નગર પાલિકા ના પ્રમુખ વિનય વસાવા અને પાલિકા ના ચીફ ઓફિસર કેશવ કોલડીયા દ્વારા શહેર ના વિવિધ વિસ્તારો માં રહેતા અને મતદાર યાદી માં નોંધાયેલ 70 વર્ષ થી વધુ વય ના મતદારો મતદાન કરે તે માટે વરિષ્ઠ મતદારો ના ઘરે પહોંચી વિનંતીપત્ર પાઠવ્યા હતા ,અને વરિષ્ઠ મતદારો એ પણ મતદાન કરવાની ખાત્રી આપી હતી ,સાથે વરિષ્ઠ મતદારો એ પણ યુવા મતદારો ને મતદાન કરવા અપીલ કરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.