APAAR ID’ વિદ્યાર્થી,શિક્ષકો અને વાલીઓ માટે માથાનો દુઃખાવો
(રિપોર્ટ-રાહુલ સાંકળિયા)
રાજ્યની શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓનું 'APAAR ID' જનરેટ કરવાની કામગીરીના લીધે શિક્ષણકાર્ય ખોરવાયું હોવાની શિક્ષકોમાં ફરિયાદો ઊઠી રહી છે.12 ટકા જેટલાં જ વિદ્યાર્થીના સમાન નામ હોવા છતાં 100 ટકા 'APAAR ID' માટે દબાણ અપાયું. 'APAAR ID' રાજ્યના વિદ્યાર્થી,શિક્ષકો અને વાલીઓ માટે માથાના દુખાવા સમાન બન્યું છે.રાજ્યનાં અંદાજે 1.15 કરોડ જેટલા વિદ્યાર્થીઓમાં આધારકાર્ડ અને યુડાયસ પ્લસમાં એક સમાન નામ હોય એવા માત્ર 14 લાખ જેટલા વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું છે.આધારકાર્ડ યુડાયસ પ્લસમાં એકસરખું નામ હોય તો જ આઈડી જનરેટ થાય છે. આમ 12 ટકા જેટલા જ વિદ્યાર્થીઓને એક સમાન નામ હોવા છતાં 100 ટકા કામ ઝડપથી પૂર્ણ કરવા સ્કૂલો ઉપર દબાણ કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડમાં સુધારા માટે 7 થી 90 દિવસ સુધીનો સમય લાગે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.