ભાયાવદરની નામદાર કોર્ટે વર્ષ ૨૦૨૩ માં ફરમાવેલા સજાના અને દંડના હુકમને ધોરાજીની સેશન્સ કોર્ટે રદ કરતો હુકમ કર્યો - At This Time

ભાયાવદરની નામદાર કોર્ટે વર્ષ ૨૦૨૩ માં ફરમાવેલા સજાના અને દંડના હુકમને ધોરાજીની સેશન્સ કોર્ટે રદ કરતો હુકમ કર્યો


ધોરાજીના યુવા એડવોકેટની મહેનતના કારણે સજા બાદ આરોપીઓનો નિર્દોષ છુટકારો

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૪, ઉપલેટા તાલુકાના ભાયાવદર મુકામે ફરીયાદીએ તારીખ ૦૪/૦૯/૨૦૧૨ ના રોજ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ લખાવેલ કે તેમનાં પતિ ઈમ્તીયાઝભાઈ અલ્લારખાભાઈ સલોત, જેઠ અલ્તાફભાઈ, સસરા અલ્લારખાભાઈ, સાસુ મોમીનાબેન, જેઠાણી રૂબીનાબેન વિગેરેઓએ એકસંપ કરીને ફરીયાદીને ઠીકાપાટુનો મુંઢમાર મારેલ અને ગાળો આપેલ તેમજ ફરીયાદીનાં પતિએ ફરીયાદીને કહેલ કે તું ગમતી નથી અને શરૂઆતમાં ઘર સંસાર સારી રીતે ચાલેલ તેમજ નહી જેવી બાબતમાં વારંવાર મારકુટ કરતા અને કરિયાવરમાં કાંઈ લાવેલ નથી અને જેઠ-જેઠાણી પણ ગાળો આપતા અને સાસુ નહી જેવી બાબતમાં ગાળો આપતા અને મારકુટ કરતા અને બધા સાથે મળીને ફરીયાદીને માનસિક અને શારીરિક દુ:ખ ત્રાસ આપતા અને મારી નાખવાની ધમકી આપેલ હોય તેવી ફરીયાદ આપેલ હતી.

આ ફરિયાદમાં ભાયાવદર પોલીસે આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ-૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા ૧૧૪ મુજબની ફરીયાદ દાખલ લઈ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરતા આ મામલાની કેસ ભાયાવદર કોર્ટમાં ફોજદારી કેશ નંબર:-૮૬/૨૦૧૩ થી નંબર પડેલ હતો જે બાદ ભાયાવદર કોર્ટમાં આ કેસ ચાલી જતા ભાયાવદર કોર્ટના તે સમયના જજ એસ.એસ. અજમેરીએ પ્રત્યેક આરોપીને ત્રણ-ત્રણ વર્ષની કેદની સજાઓ તેમજ આરોપી નંબર-૦૧ એટલે કે મહિલાના પતિને રૂા.૩,૫૦,૦૦૦/- વળતર પેટે તથા આરોપી નંબર-૦૨ થી ૦૫ ને પ્રત્યેકને રૂા.૧૦,૦૦૦/- એમ કુલ મળી રૂા.૩,૯૦,૦૦૦/- નો દંડ કરતો હુકમ તા. ૧૪/૦૩/૨૦૨૩ ના રોજ ફરમાવેલ હતો ત્યારે આ ભાયાવદર કોર્ટનાં હુકમ સામે આરોપીઓ નારાજ થઈ ધોરાજીનાં મહેરબાન એડિશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની અદાલતમાં ફોજદારી અપીલ કરી હતી જે અપીલ નંબર ૩૦/૨૦૨૩ થી અપીલ દાખલ થયેલ હતી અને સજાનો હુકમ સ્ટે કરાવેલ હતો.

આ કેસમાં અપીલ બાદ બન્ને પક્ષકારો વતી વકીલ દ્વારા લંબાણ પૂર્વક દલીલો કરેલ હતી જેમાં આરોપીઓ વતી ધોરાજીના જાણીતા એડવોકેટ સંજયકુમાર પી. વાઢેર દ્વારા ઉચ્ચ અદાલતોનાં સિધ્ધાંતો સેશન્સ કોર્ટ સમક્ષ રજુ કરેલ હતા જે જજમેન્ટ તથા મૌખિક દલીલોને સાંભળીને ધોરાજીની નામદાર સેશન્સ કોર્ટના જજ એ.એમ. શેખ દ્વારા આ કેસના તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવીને છોડી મુકતો હુકમ ફરમાવેલ છે ત્યારે આ કેસમાં આરોપીઓ વતી ધોરાજીના યુવા એડવોકેટ સંજયકુમાર પી. વાઢેર રોકાયેલ હતા.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.