ઈડર બસ સ્ટેશન ડેપો 25000 કપાયું ને સીસીટીવી બંધ હાલતમાં જોવા મળ્યા - At This Time

ઈડર બસ સ્ટેશન ડેપો 25000 કપાયું ને સીસીટીવી બંધ હાલતમાં જોવા મળ્યા


સાબરકાંઠા જિલ્લા ના ઈડર શહેર માં આવેલ બસ ડેપો ને નવીન બનાવવા માં આવેલ હતું ત્યારે સીસીટીવી ની વ્યવસ્થા પણ કરવા માં આવ્યા હતા તે થોડો સમય ચાલુ હાલત માં રહ્યા હતા
અને અત્યારે આ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળેલ છે
ઈડર ના આ બસસ્ટેન્ડ માં આવતા જતા પેસેન્જર ના પાકીટ મોબાઈલ ચોરાયા હોવા ની ફરિયાદો જાણવા મળેલ છે અત્યારે જાણવા મળ્યા મુજબ હાલ કેમેરા ની સ્થિતિ બંધ હાલત માં છે પેસેન્જર ની વારંવાર રજૂઆત કરવા છતાં બસ ડેપોમાં પૂરતો જવાબ મળતા નથી
અને ડેપોના સીસીટીવી કેમેરા કામ નથી કરતા આ જવાબ મળે છે અનેક રજૂઆત કરવા છતાં કોઈ ફરક પડતો નથી ડેપો મેનેજર શું કોઈ મોટા બનાવ બને તેની રાહ જોઈ રહ્યા છે
આજે એક પેસેન્જર ના ખિસ્સા માં થી પાકીટ ચોરાતા તેમાં રહેલ 25000 હજાર ચોરાઈ ગયેલ છે આ અંગે ઈડર ડેપો દ્વારા કોઈ જવાબ આપી શક્યા નહોતા અને કેમેરા બંધ હાલત માં હોય તેના આધારે કોઈ ખિસ્સા કાતુર પકડાતા નથી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.