ભાવનગર રેલવે વિભાગના 9 કર્મચારીઓને “ડીઆરએમ સેફ્ટી એવોર્ડ”થી સન્માનિત કરાયા
(રિપોર્ટ અસરફ જાંગડ)
વેસ્ટર્ન રેલવે ભાવનગર ડીવીઝનના ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે ભાવનગર ડીવીઝનના 9 કર્મચારીઓને "ડીઆરએમ સેફટી એવોર્ડ"થી સન્માનિત કર્યા. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ પુરસ્કાર 24 એપ્રિલ, 2025 (ગુરુવાર)ના રોજ ડિવિઝનલ રેલવે મેનેજર ઑફિસ - ભાવનગર પરા ખાતે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાઁશુ શર્મા, સહિત અધીકારી અસ્તિત્વ સિંહ (કાંટેવાલા-બોટાદ), અજિત કુમાર યાદવ (કાંટેવાલા-નિંગાળા) સહીત ઉપરોક્ત રેલવે કર્મચારીઓએ સાવધાની અને સતર્કતા સાથે કામ કરીને, સંભવિત રેલ અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાં સતત સ્પાર્કિંગ, રેલ ફ્રેક્ચર, હોટ એક્સલ, શોર્ટ સર્કિટ અને હૈંગિંગ પાર્ટ જેવી ઘટનાઓ નોંધવામાં આવી છે. "ડીઆરએમ સેફ્ટી એવોર્ડ" થી સન્માનિત તમામ કર્મચારીઓએ જ્યારે રેલ્વે સંરક્ષામાં ખામીઓ શોધી કાઢવામાં આવી ત્યારે તાત્કાલિક યોગ્ય પગલાં લઈને અણધારી ઘટના અને સંભવિત નુકસાનને અટકાવવામાં આવ્યું છે. ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા અને વખાણ કર્યા હતા અને ભવિષ્યમાં પણ ઉત્કૃષ્ટ કાર્ય કરતા રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
