કોડીનાર ઉના હાઇવે ફોરટ્રેક કામથી પાક નિષ્ફળ સર્વે થયો ખેડૂતોને વળતર ન ચૂકવાયુ ‌ધરતીપુત્રમાં રોષ - At This Time

કોડીનાર ઉના હાઇવે ફોરટ્રેક કામથી પાક નિષ્ફળ સર્વે થયો ખેડૂતોને વળતર ન ચૂકવાયુ ‌ધરતીપુત્રમાં રોષ


કોડીનારના માલગામ નજીક હાઇવે રોડને આવેલી જમીનમાં કામગીરી દરમિયાન સતત ઊડતી ધૂળની ડમરીઓથી બે વર્ષથી પાક નિષ્ફળ ગયો હતો જે બાબતે ખેડૂત જવાબદાર અધિકારીઓને રજૂઆત કરતા જમીનનો સર્વે કરાયો હતો પરંતુ કોઈ કાર્યવાહી ન થતા આ ખેડૂતોએ ગ્રાહક સુરક્ષા મંડળ કોડીનાર મારફત રજૂઆત કરી હતી નેશનલ હાઇવે ઓથોરિટી સર્વે કર્યા બાદ હાથ અધર કરી દીધા માલ ગામ ધરતીપુત્રમાં રોષ

મળતી વિગત મુજબ માલ ગામના ખેડૂત નારણભાઈ ભીખાભાઈ કસોટ ની જમીન માલગામ પાસે સાંગાવાડી નદીના પૂર્વ દિશામાં હાઇવે અડીને આવેલ છે અને છેલ્લા ચાર વર્ષથી ફોરટેક રોડનું કામ ચાલુ હોય જમીનની નજીક કશું ડ્રાઈવરજન મુકાયું હતું આ રોડ ઉપરથી સતત ભારેખમ વાહનો પસાર થઈ રહ્યા હોય ધૂળની ડમરીઓ ઉડતી હતી જેથી નારણભાઈ જમીનમાં કરેલ વાવેતર ઉપર ધૂળના થોર જામી જતા હતા

જેને લઈ સતત બે વર્ષથી પાક નિષ્ફળ ગયો હતો જેના વળતર માટે હાઇવે ઓથોરિટી આશ્વાસન આપ્યું હતું પણ હજુ સુધી ન ચૂકવતા આખરે ખેડૂત નારણભાઈએ કોડીનાર ગ્રાહક સુરક્ષા મંડળમાં રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે મંત્ર આ ડ્રાઇવરજનના કારણે ઉડતી ધરતી અન્ય ત્રણથી ચાર ખેડૂતોને પણ આર્થિક નુકસાન થયું હોય ખેડૂતોમાં રોજ જોવા મળી રહ્યો છે

રીપોર્ટર ભરતસિંહ દાહીમાં
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon