મહિસાગર જિલ્લામાં માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ
મહિસાગર જિલ્લા એ.આર.ટી.ઓ કચેરી લુણાવાડા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.જેમાં ઉપસ્થિત પ્રજાજનો અને ડ્રાઇવરોને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 પહેલી જાન્યુઆરી 2025 થી 31 જાન્યુઆરી 2025 સુધી યોજનાર છે. જેમાં આરટીઓ તથા પોલીસ દ્વારા વિવિધ અવેરનેસ કાર્યક્રમ જેવા કે શાળા કોલેજોમાં સેમિનાર, ચિત્ર સ્પર્ધા, રોડ સેફટી સ્લોગન સાથે પતંગ વિતરણ તથા વિવિધ તાલુકાઓમાં રોડ સેફ્ટી ડ્રાઇવ, ભારે વાહનોમાં રેડિયમ રેડિયમ રિફ્લેકટર, શેરી નાટકો રોડ, રોડ સેફટી પેમ્પ્લેટ વિતરણ, એન્જિનિયરિંગમાં જરૂરી સુધારાઓ જેવા પ્રોગ્રામ કરવામાં આવનાર છે.
આ પ્રસંગે ડીવાયએસપી ચાવડા, એઆરટીઓ સી.ડી પટેલ, આર.એન્ડ.બી સ્ટેટ ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ભાભોર, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી માંથી વહીવટી અધિકારી સંજય રાઠોડ તથા જિલ્લા ટ્રાફિક પોલીસ પીએસઆઇ સિસોદિયા તથા અન્ય આરટીઓ અને પોલીસ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.