માળીયા હાટીનામાં ભાજપના ધારાસભ્યનું ભવ્ય વિજય સરઘસ યોજાયું - At This Time

માળીયા હાટીનામાં ભાજપના ધારાસભ્યનું ભવ્ય વિજય સરઘસ યોજાયું


ફટાકડાની ભવ્ય આતશબાજી સાથે અબીલ ગુલાલની છોડ સાથે ડી. ઝે. ના તાલે ભાજપના કાર્યોકરો ઝૂમી ને વિજય સરઘસ કાઢી વિજય જશ્ન મનાવ્યો

કળશધારી બહેનો દ્વારા ભાજપના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા નું ઉત્સાહ ભેર સ્વાગત કરાયું

89-માંગરોળ માળિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભગવાનજીભાઈ કરગઠિયાનો ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે પુરા ગુજરાતમાં ભવ્ય વિજય સાથે ભાજપને ફરી પ્રચંડ વિજય સાથેની સરકાર આપવા બદલ માળીયા હાટીના તાલુકા ભાજપ પરિવાર દ્વારા માળીયા હાટીના રેલ્વે સ્ટેશન પાસેથી શહેરના મુખ્યમાર્ગો પર વિજય ઉત્સવ યોજાયો હતો

આતકે માળીયા હાટીના મહારાણા પ્રતાપસિંહજી ચોકમાં મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને ભાજપ આગેવાનો દ્વારા પુષ્પહાર પહેરાવી અંતમાં ભાજપના આગેવાનો દ્વારા વિરોધ પક્ષ પર શબ્દહિકના આકરા પ્રહાર કર્યા હતા

આ તકે ભાજપના ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયાનું સ્વાગત અને આવકાર સાથે અભિવાદન યોજાયુ હતું જેમાં જનતા જનાર્દન મતદાર ભાઈઓ બહેનો ભાજપના નિષ્ઠાવાન કાર્યકરો, શુભેચ્છકો ,હિતેચ્છુઓ તેમજ આગેવાનો મિત્રોને હૃદય પૂર્વક ભાજપની જીત અપાવવા માટેનો આભાર ભગવાનજી ભાઈ કરગઠિયા એ વ્યક્ત કર્યો હતો અને માળીયા હાટીના તાલુકામાં બાકી રહેતા વિકાસના કામો વહેલી તકે કરી આપવાની ખાતરી આપી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon