રાજકોટમાં ઉચા વળતરની લાલચ આપી નિવૃત શિક્ષકની રૂ।0.40 લાખની રકમ ડબાડી દીધી - At This Time

રાજકોટમાં ઉચા વળતરની લાલચ આપી નિવૃત શિક્ષકની રૂ।0.40 લાખની રકમ ડબાડી દીધી


કોઠારીયા રોડ પરના નંદા હોલ પાસે જૂના સુભાષનગરમાં રહેતા બ્રિજેશના જશમત વીરડીયાએ શ્રી ગજાનંદ એન્ટરપ્રાઇઝના નામે બચત યોજનાની સ્કિમ સો મૂકી તેમાં ઉંચા વળતરની લાલચ આપી ગોરધનભાઈ સવજીભાઈ સેંજલીયા ર (ઉં.વ. 67, રહે. પંચવટી સોસાયટી શેરી નં.1, ગોંડલ રોડ)ના રૂા.10.40 લાખ ઓળવી લીધાની ફરિયાદ ભકિતનગર પોલીસ મથકમાં નોધાની છે.
હાલ નિવૃત્ત જીવન ગાળતા ગોરધનભાઈ અગાઉ ગોંડલ સરદાર વલ્લભભાઈ પટેલ માધ્યમિક વિદ્યાલયમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. 2014માં નિવૃત્ત થયા હતા. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે મૂળ ગોંડલ તાલુકાના વાળધરી ગામના વતની છે. આજ ગામના જશમતભાઈ નાનપણના મિત્ર હોવાથી પારિવારીક સંબંધ હતા. જશમતભાઈ વિજય કોમર્શીયલ બેન્કમાં નોકરી કરતા હતા. 2014માં પુત્ર બ્રિજેશ સાથે ઢેબર રોડ પર શ્રી ગજાનંદ એન્ટરપ્રાઈઝ નામની ક્રેડિટ બચત યોજના શરૂ કરી હતી.
આજ નામની પેઢી પણ શરૂ કરી ગજાનંદ મિત્ર મંડળના નામેબચતયોજના શરૂ કરી હતી. આ યોજનામાં સારૂ વળતર આપવાની અને 6 વર્ષે રૂપિયા ડબલ કરવાની ખાત્રી આપતા 2014માં પરિવારના સભ્યોના નામે રૂા.1 લાખ રોકયા હતા.ત્યાર બાદ કટકે-કટકે રૂા.10 લાખ રોકયા હતા. 2019માં રૂપિયાની જરૂર પડતા રોકેલા રૂમ.10 લાખ બ્રિજેશ પાસે માંગતા થોડા સમયમાં આપી દેવાનો વાયદો કર્યા બાદ જુદા-જુદા બહાના બતાવવાનું શરૂ કરી દીધું હતું. તેના પિતા જશમતભાઈએ પણ રૂપિયા પરત આપ્યા ન હતા. જશમતભાઈનું 2020માં કોરોનામાં અવસાન થતાં તેના પુત્ર બ્રિજેશ પાસેથી તેની પેઢીમાં રોકેલી રકમ પરત માંગવાનું શરૂ કરતા વાયદા કરતો હતો. આખરે તેના વિરૂધ્ધ પોલીસમાં અરજી કરતાં રૂા.70 હજાર આપ્યા હતા, બાકીની રકમ ટૂંક સમયમાં આપી દેશે તેવી ખાત્રી આપી હતી. પરંતુ આજ સુધી બાકી નીકળતા રૂમ.10,40લાખ પરત નહીં આપતા આખરે ભકિત નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપીંડી-વિશ્ર્વાસઘાતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.