ગોબરમાંથી લાખોની કમાણી જૂનાગઢ જિલ્લાના સખી મંડળની બહેનોએ બનાવેલી ગોબરની આઈટમ 'એમેઝોન' પર વેચાય છે અમેરિકાથી પણ મળ્યા 5000 દીવડાના ઓર્ડર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/loxojagmu8umz411/" left="-10"]

ગોબરમાંથી લાખોની કમાણી જૂનાગઢ જિલ્લાના સખી મંડળની બહેનોએ બનાવેલી ગોબરની આઈટમ ‘એમેઝોન’ પર વેચાય છે અમેરિકાથી પણ મળ્યા 5000 દીવડાના ઓર્ડર


જૂનાગઢ જિલ્લા ના વંથલી તાલુકાના કોયલી ગામ માં પંચગવ્ય અવનવી આઈટમો નું વેચાણ કરી બે વર્ષમાં 8 થી 9 લાખ રૂપિયાનો નફો કર્યો બહેનોએ ગોબર માંથી અવનવા ગરબા બનાવી ને કોયલી હામ ના ગોપી મંગલમ સખી મંડળની 20 બહેનો રોજી રોટી મેળવે છે આ ગોબર માંથી અવનવી ડીઝાઇન ના ગરબા બનાવી ને

પશુપાલકો અને ખેડૂતો અત્યાર સુધી પશુઓના ગોબરનો ઉપયોગ છાણા માટે કરતા હતા. પરંતુ, જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કોયલી ગામના પ્રગતિશીલ મહિલાએ બહેનોનું જૂથ બનાવી હવે ગોબરમાંથી પણ અવનવી આઈટમ બનાવવાની શરૂઆત કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, નાના ગામની આ મહિલાઓએ ગોબરમાંથી તૈયાર કરેલી આઈટમની વૈશ્વિક ડીમાન્ડ છે. લોકોને 'એમેઝોન' પરથી પણ ગોબરની આ ચીજવસ્તુઓ મળી રહે છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન મહિલાઓનું આ જૂથ ગોબરમાંથી લાખો રૂપિયાની કમાણી કરી ચૂક્યું છે.
બહેનોનું જૂથ બનાવી ગોબરની આઈટમ બનાવવાની શરૂઆત કરી
છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત સખી મંડળ ની પંચગવ્યો આઇટમો અને ખાસ કરી ગાયના ગોબર માંથી બનતી અવનવી આઇટમો એ માત્ર ભારત જ નહિ પરંતુ દેશ વિદેશમાં અલગ ઓળખ ઊભી કરી છે. ગોપી મંગલમ સખી મંડળના ના બહેનો ના જણાવ્યા મુજબ 2016થી આ બહેનોનું જૂથ કાર્યરત થયું છે. જેમાં સૌ પ્રથમ આત્મા પ્રોજેક્ટમાં જોડાઈ એક વર્ષ માટે ટ્રેનિંગ લેવામાં આવી હતી. અને ત્યારબાદ પ્રકૃતિને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે તેવા હેતુથી ગોબરમાંથી અને પંચગવ્યની અવનવી માનવ ઉપયોગી આઈટમો બનાવવાની શરુઆત કરી હતી.

ગોબરમાંથી બને છે આટલી વસ્તુઓ
ગોપી મંગલમ જૂથના ભાવનાબેન ત્રાંબડીયાએ જણાવ્યું હતું કે, સખી મંડળ દ્વારા પંચગવ્યની પ્રોડક્ટ બનાવીએ છીએ અને ગાયના ગોબરમાંથી અવનવી આઈટમો બનાવે છે રક્ષાબંધનના જ્યારે હતી ત્યારે ગાયના ગોબરમાંથી અવનવી રાખડીઓ બનાવવામાં આવી હતી. ગણેશ ઉત્સવ સમયે અલગ અલગ ગણપતિની મૂર્તિઓ બનાવી હતી.અને હાલના સમયમાં જ્યારે નોરતા અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે હવન છાણા, દીવડાવો. દિવાળી માટે લાભ ,શુભ ,કળશ,તોરણ ટોડલીયા વગેરે સુશોભનની વસ્તુઓ ગોબર માંથી બનાવી છે.વેસ્ટ ગોબરનો બેસ્ટ ઉપયોગ કરી લાખોની આવક કરી
નોરતા પર બહારથી ઓર્ડર પણ અપાતા હોય છે ત્યારે નોરતા પર ગોબરમાંથી બનાવેલા દીવડાઓની માંગ ખૂબ જ વધી રહી છે

અમેરિકાથી દીવડાઓનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. અગાઉ દેશ અને વિદેશમાં પણ ગોબરમાંથી બનાવેલી રાખડી મોકલવામાં આવી હતી. જેમાં અમેરિકાસ કેનેડા જેવા દેશમાં પણ મોકલવામાં આવી છે.છેલ્લા બે વર્ષમાં મંગલમ સખી મંડળે 7થી 8 લાખ રૂપિયાનો નફો કરી આવક મેળવી છે.

'એમેઝોન' પર મળે છે ગોબરમાંથી બનેલી વસ્તુઓ
જૂનાગઢ જિલ્લા વિકાસ ગ્રામીણ એજન્સી દ્વારા પણ ગોપી મંગલમ માં જૂથની બહેનો દ્વારા બનાવવામાં આવતી ગોબર આઈટમોને 'એમેઝોન' પર વહેંચવા માટે મૂકવામાં માટેની પણ મદદ કરવામાં આવે છે.આ કામ દ્વારા અન્ય મહિલાઓને પણ સારી રોજગારી મળે છે સાથે સાથે પર્યાવરણની પણ સુરક્ષા થાય છે. પશુપાલન તેમજ વિવિધ વિભાગો દ્વારા મંગલમ સખી મંડળને અનેક એવોર્ડ પણ મળેલા છે.પર્યાવરણની સુરક્ષા સાથે આર્થિક રોજગારી આ કામમાં જોડાયેલા મહિલાએ જણાવ્યું હતું કે અમે અમારા ઘરમાં પણ મદદરૂપ થઇ છીએ. અમને આત્મનિર્ભર બનવા માટે ભાવનાબહેનનો ખૂબ મોટો ફાળો છે અને અમે અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપે છે કે આત્મનિર્ભર બનીને ઉત્તમ રીતે સ્વવિકાસ કરવો જરૂરી છે.

રિપોર્ટ..
મોઈન નાગોરી
વંથલી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]