( ગ્રામ સભા સામે ગ્રામજનોમાં ભારે રોષ ) " ડભોઈ તાલુકાનાં છત્રાલ ગામે જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓની હાજરી વગર ગ્રામ સભા યોજાઈ " - At This Time

( ગ્રામ સભા સામે ગ્રામજનોમાં ભારે રોષ ) ” ડભોઈ તાલુકાનાં છત્રાલ ગામે જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓની હાજરી વગર ગ્રામ સભા યોજાઈ “


રિપોર્ટ નિમેષ સોની, ડભોઈ

ડભોઇ તાલુકાના છત્રાલ ગામે તા ૧૪/૦૬/૨૦૨૨ ના રોજ બપોર ૧૧ થી ૧૨ વાગ્યાના સમયગાળામાં ગ્રામસભા ગામની ધમૅશાળા રાખવામા આવેલ હતી.
આ ગ્રામસભામાં તાલુકા - જીલ્લા કક્ષાના અધિકારી હાજર રહેલ નહીં. છત્રાલ ગામનાં તલાટી પોતાની મરજીથી ગ્રામસભા યોજવાનું કહેતા ગામના હાજર રહેલ ગ્રામજનો પીવાના પાણીની સમસ્યાની રજુઆત અધિકારી પાસે કરવા માટે આવેલ. પીવાના પાણીની માટે રોષે ભરાયેલા ગ્રામજનોએ દોષનો ટોપલો સરપંચ તલાટી ઉપર ઠાલવ્યો હતો.
ગ્રામજનો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાનાં છત્રાલ ગામે વષૉથી આ પ્રમાણે જ તાલુકા - જીલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીની હાજરી વગર જ ગ્રામસભા થઈ જાય છે જે હાલની પ્રવર્તમાન સંવેદનશીલ સરકારનાં નિયમની તદ્દન વિરૂદ્ધ છે. જો જવાબદાર ઉચ્ચ અધિકારીઓ જ હાજર ન રહેતો ગ્રામજનોના અગત્યના પાયાના પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવે જ નહીં અને ગ્રામજનોની સમસ્યા જેમની તેમ યથાવત જ રહે. તેમજ ગ્રામસભા યોજવાનો હેતુ સિધ્ધ થાય જ નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon