*શ્રી વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નંબર 93માં વિશ્વ યોગ દિવસ ઉજવાયો*
*શ્રી વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નંબર 93માં વિશ્વ યોગ દિવસ ઉજવાયો*
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નં ૯૩માં ૨૧મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસ દરેક વિદ્યાર્થીઓએ યોગ કરીને ઉજવ્યો. શાળામાં યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે કેતનભાઇ દેગડા હાજર રહ્યા હતા. તેમણે તમામ બાળકોને યોગની તાલીમ આપી હતી. કાર્યક્રમમાં વોર્ડ નંબર 11 ના મહામંત્રી શ્રી હરસુખભાઇ માકડિયા હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. બાળકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી. ત્યારબાદ બે વિદ્યાર્થીઓ દ્વારા યોગનું મહત્વ અને શા માટે વિશ્વ યોગ દિવસ ઉજવાય છે? તેમની માહિતી આપવામાં આવી. ત્યારબાદ શિક્ષક શ્રી વિજયભાઈ મોઢવાડિયા દ્વારા યોગના લાભ વિશે જણાવવામાં આવ્યું. અને વિદ્યાર્થીઓને કેતનભાઇ બેગડા દ્વારા વિવિધ યોગ કરાવવામાં આવ્યા. આ રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. શાળાના આચાર્ય વનિતાબેન રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને નિયમિત યોગ કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો. શાળા પરિવાર દ્વારા કેતનભાઇ દેવડાની ગીતાજીની પુસ્તક આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.