ધંધુકા, ધોલેરા તાલુકાનો સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) સેમીનાર યોજાયો.

ધંધુકા, ધોલેરા તાલુકાનો સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) સેમીનાર યોજાયો.


અમદાવાદ જિલ્લાના ધંધુકા, ધોલેરા તાલુકાનો સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) સેમીનાર યોજાયો.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજનાને વેગ આપવા યોજાયેલ કાર્યક્રમમાં સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ એ વિશાળ સંખ્યામાં હાજરી આપી,
અમદાવાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના ઉપક્રમે ધંધુકા અને ધોલેરા તાલુકાનો ધંધુકા તાલુકા પંચાયત ના સભા ખંડમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનાને વેગ આપવા સેમીનારનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતુ.
ધંધુકા અને ધોલેરા તાલુકાના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના ના સેમીનાર માં સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓને તાલીમ આપવામાં આવી હતી. ગામે ગામ યોજનાને વેગ આપવા ના હેતુથી અમદાવાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી દેસાઇ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા કચેરીથી મૌલીકભાઇ પટેલ, ચેતનભાઇ દેસાઇ અને ધંધુકા તાલુકાના વિનોદભાઇ સોલંકી, આદીલભાઇ ખલીફા તેમજ ધોલેરા તાલુકાના શાહરુખભાઇ ખલીફા, સંજયભાઇ ડાભી તથા તલાટી મંત્રીશ્રીઓ અને સરપંચશ્રીઓ ઉપસ્થીત રહ્યા હતા અને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »