ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામે ગ્રામ પંચાયત ઓફિસ જર્જરિત હાલતમાં નવી ઓફિસ તાત્કાલિક બનાવવા લોકોએ કરી માંઞ - At This Time

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામે ગ્રામ પંચાયત ઓફિસ જર્જરિત હાલતમાં નવી ઓફિસ તાત્કાલિક બનાવવા લોકોએ કરી માંઞ


તા:5 ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામે ગ્રામ પંચાયત ઓફિસની હાલત દેખાઈ રહી છે જેમનું બાંધકામ પહેલેથી જ નબળું હોય આજે સ્લેપ તૂટીને પણ માથે આવે એવું પણ દેખાઈ રહ્યું છે આ ઓફિસમાં કામ કરવા જતાં લોકોને મોતનો પણ ડર લાગે છે એવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી છે જેમાં ગ્રામ પંચાયત અને અનેકવાર લોકોએ પણ લેખિતમાં રજૂઆત કરવા છતાં આજ સુધી નિવાડો આવ્યો નથી અને બાજુમાં આ ગ્રામ પંચાયત ઓફિસનું ખાસ મુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું અને પાયા પણ ચાંપી દેવામાં આવ્યા હતા તેમ છતાં પણ આજે બે મહિના થવા છતાં પણ આજ સુધી કામ શરૂ કરવામાં આવ્યું નથી જેમાં આ પાયા ચાંપી દેતાની સાથે હાલ ચોમાસુ માથે હોય તો ઉંડા પાયાનું ખોદકામ થતાં ત્યાં બાજુમાંથી પ્રચાર થતાં બાળકો બે દિવસ પહેલા બે બાળકો આ ખાડામાં પડી ગયા હતા

ત્યારબાદ આ બાળકોને સામાન્ય ઇજા થઇ હતી અને આ બાળકો નો બચાવ થયો હતો તેમ છતાં સરકાર કે તંત્રને પેટમાં પાણી હાલતું નથી ??? તો શું ચોમાસામાં કોઈ એવો આકસ્મિત બનાવ બને તો જવાબદાર કોણ સરકાર કે તંત્ર ??? જ્યારે આ ખોદકામ કરેલાં પાયામાં બાળકો પડી જતાની સાથે જ ત્યાં હાજર ગ્રામજનોએ આ બાળકોનો સ્વ બચાવ કર્યો હતો અને મોટી જાનહાનિ ટળી હતી તો ક્યાં છે વિકાસ ??? રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાતની વાતો કરે છે હાલ ચોમાસું માથે હોય જો વધુ વરસાદ પડે અને પાયા ઉપર પાણી છલકાઈ જાય તો અન્ય વાહન વ્યવહાર પણ આ ખોદેલા પાયામાં પડી જવાથી મોટી દુર્ઘટના બનવાની પણ શક્યતા દેખાઈ રહી છે એવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે સનવાવ ગ્રામજનોની એવી માંગ છે કે આ ગ્રામ પંચાયતની ઓફિસ તાત્કાલિક નવી બનાવવામાં આવે એવી લોક માગણી ઊઠવા પામી છે

પ્રેસ રિપોર્ટર ડિ.કે.વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon