બાલાસિનોર સલિયાવડી ગ્રામપંચાયતના ઓપરેટરને માર મારતા પોલીસફરીયાદ
સલિયાવડી ગ્રામપંચાયતના વીસીએ ઓપરેટર ચીમન ભાઈઝાલાવર્ષો થી ઓપરેટર તરીકે ફરજ બજાવે છે
ગઈ કાલે ગામ ના જ અસામાજીક તત્વ દ્વારા પંચાયત માં આવી મારઝૂડ કરી ઓપરેટીંગ સિસ્ટમ ને નુકસાન પહોંચાડયું છે તેમજ ચીમનભાઈ સાથે પણ ઝપાઝપી કરી અને મન ફાવે એવી પંચાયત ઘર માં આવી અભદ્ર શબ્દો બોલી ને મન ફાવે એવો વ્યવહાર કરવા માં આવ્યો ક્યાં સુધી આવા ગરીબ પરિવાર ના યુવાનો ને અસામાજીક તત્વો કોના માર્ગદર્શન હેઠળ હેરાન કરે છે કે કાયદા ની બીક ના હોય એમ કોના ઈશારે વર્તન કરી રહ્યા છે હવે એ જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે પગલાં ભરે છે એ જોવાનું રહ્યું કે ગુનેગારો ને છાવરસે..?
એવી રીતે કે ઉપર બતાવેલ તા.ટા અને જગ્યાએ આ કામના આરોપીએ ફરીયાદીને કહેલ કે તુ કેમ ઓફીસે આવ તો નથી તેમ કહી ગમેતેમ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઇ જઇ ટેબલ ઉપરથી પંચ લઇ ફરી.ને કપાળના ભાગે મારી દીધેલ આરોપી નં (૨) નાએ ફરીને પકડી રાખી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ઝગડો કરવામાં એક બીજાએ મદદગારી કરી મહેરબાન જિલ્લા મેજી.સાહેબ ના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા વિગેરે બાબત. Complaint(ફરિયાદ)
તા.૨૯/૦૮/૨૦૨૨
મારું નામ ચીમનભાઇ જવાનસિહ ઠાકોર ઉ.વ.૩૫ ધંધો-.ગ્રામ પંચાયત ઓપરેટર રહે.સલિયા વડી મોટા ભાગ સાર્વજનિક કુવા પાસે તા.બાલાસિનોર જી.મહીસાગર મો.નં.૯૮૨૪૬૬૨૧૬૪
રૂબરૂમાં આવી જાહેર કરી મારી ફરીયાદ હકીકત લખાવુ છુ કે હું ઉપર બતાવેલ સરનામે મારા કુટુ બ પરીવાર સાથે રહુ છુ. અને ગ્રામ પંચાયતમાં ઓપરેટર તરીકે ફરજ બજાવી મારું જીવન ગુજરાન ચલાવુ છુ.
આજરોજ બપોરના સાડા ચારેક વાગ્યાના સુમારે હું અમારા ગામની ગ્રામ પંચાયત ઓફિસે હાજર હતો. તે વખતે અમારા ગામના વિપુલભાઇ બાબુભાઇ ઠાકોર તથા તેની પત્ની આશાબેન વિપુલભાઇ ઠાકોર બંને રહે.સલિયાવડી તા.બાલાસીનોર નાઓ ઝેરોક્ષ કઢાવવા માટે આવેલ જેથી તુ પંચાયતે આવતો કેમ નથી તેમ કહી મને ગમેતેમ ગાળો બોલ વા લાગેલ જેથી મે ગાળો બોલવાની ના પાડતા વીપુલભાઇ ટેબલ ઉપરનુ પંચ મને કપાળના ભાગે મારી દીધેલ અને તેની પત્નીએ આશાબેને મને પકડી રાખેલ અને મારૂ કમ્પ્યુટર નુ પ્રિન્ટર પણ ઉન્ધુ વારી દીધેલ આ વખતે મે બુમાબુમ કરતા નજીક માથી બીજા માણસો આવી જતા મને વધુ માર માંથી છોડાવેલ અને આ બન્ને જણા મને ગાળો બોલતા બોલતા જતા જતા કહેલ કે આજે તો બચી ગયો છુ ફરીથી હાથમાં આવીસ તો જાનથી મારી નાખીશુ તેવી ધાક-ધમકી આપતા આપતા જતા રહેલ અને મને સાધારણ ઇજા યથેલ હોય હુ બાલાસીનોર સરકારી દવાખાને સારવાર કરાવી અત્રે ફરીયાદ કરવા મા ટે આવેલ છુ તો મારી આ બન્ને વિરૂધ્ધ કાયદેસર તપાસ થતા મારી ફરીયાદ છે મારા પુરવા તપાસ માં નીકળે તે વિગેરે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.