ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખની પુત્રીની યોજાયેલ શ્રીફળ વિધિના પ્રસંગમાં રાજકીય નેતાઓ અને આગેવાનોએ ઉપસ્થિત રહી દીકરીને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી - At This Time

ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખની પુત્રીની યોજાયેલ શ્રીફળ વિધિના પ્રસંગમાં રાજકીય નેતાઓ અને આગેવાનોએ ઉપસ્થિત રહી દીકરીને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી


ધારાસભ્ય, માજી ધારાસભ્ય, તાલુકા અને જિલ્લાના રાજકીય આગેવાનો સહિતના ઉપસ્થિત રહી શુભ પ્રસંગે શુભેચ્છા પાઠવી

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ઉપલેટા ના ભાયાવદર ગામે ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કડવા પટેલ સમાજના આગેવાન તેમજ ખેડૂત નેતા તરીકે ભાયાવદર પંથકમાં જાણીતા એવા નયનભાઈ જીવાણીની પુત્રીની શ્રીફળ વિધિમાં રાજકીય આગેવાનો અગ્રણીઓ તેમજ પદ અધિકારીઓ સહિતના સૌ કોઈ લોકો આજ શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને નયનભાઈ જીવાણીની પુત્રી ખ્યાતિની યોજાયેલ શ્રીફળ વિધિમાં આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવા માટે પધારેલ હતા ત્યારે આ પ્રસંગમાં સોનામાં સુગંધ ભળી જતા સૌ કોઈ લોકોમાં આનંદનો માહોલ પણ જોવા મળ્યો હતો.

ભાયાવદર ખાતે યોજાયેલ આ પ્રસંગમાં ધોરાજી ઉપલેટા વિધાનસભાના ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, માજી ધારાસભ્ય લલિતભાઈ વસોયા, મોટી પાનેલી ગામના ઉપસરપંચ અને ખેડૂત આગેવાન જતીનભાઈ ભાલોડીયા, રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી અને ઉપલેટા પ્લાસ્ટિક એસોસિયેશનના યુવા પ્રમુખ રવિભાઈ માકડીયા, રાકેશભાઈ વૈશ્નાણી, સંજયભાઈ માકડીયા, ગઢાળા ગામના માજી સરપંચ નારણભાઈ આહીર, ડો. એ.જી. પટેલ તેમજ સામાજિક આગેવાનો, અગ્રણીઓ અને સમાજના હોદ્દેદારો સહિતના ઉપલેટા તેમજ આસપાસના પંથકના આગેવાનો નયનભાઈ જીવાણી પરિવારના અંગને યોજાયેલ આ શ્રીફળ વિધિમાં તેમની પુત્રી અને જમાઈને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવા માટે પધારતા આ પ્રસંગમાં સોનામાં સુગંધ ભળી ગઈ હોવાનું સામે આવ્યું હતું.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image