ચેકિંગમાં વેઠ: પહેલા ફેલ કર્યા, છાત્રોએ પેપર રાજકોટ ખોલાવ્યું તો 21થી 30 માર્ક વધ્યા!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.એ. સેમેસ્ટર 2 અને 4માં ગંભીર છબરડાં બહાર આવ્યા
કેટલાક પ્રોફેસરો પેપર ખોટા કાઢે, ચેકિંગ ખોટું કરે છતાં પરીક્ષા વિભાગ તેમને છાવરે!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરોએ પેપર કાઢવામાં ગંભીર ભૂલ કરી હોવાને લઈને વિવાદ થયો હતો અને હવે કેટલાક પ્રોફેસરોએ પેપર ચેક કરવામાં પણ છબરડા કરતા વિવાદ થયો છે. પ્રોફેસરોએ પેપર ચેક કરવામાં વેઠ ઉતારતા તેના કારણે વિદ્યાર્થીઓને માનસિક અસર પણ થાય છે અને તેની કારકિર્દી પણ જોખમમાં મુકાય છે.
કિસ્સો-3 : બે વિષયમાં ફેલ હતી, પેપર ચેક કરાવતા
વિદ્યાર્થિની પાસ થઇ
એમ.એ. અંગ્રેજી સેમેસ્ટર-2ની વિદ્યાર્થિનીને પહેલા ઈંગ્લિશ લિટરેચર ઓફ ધી વિક્ટોરિયન પિરિયડ વિષયમાં 18 માર્ક મળ્યા હતા અને ઇન્ડિયન ઈંગ્લિશ લિટરેચર વિષયમાં 15 માર્ક મળ્યા હતા. રિ-ચેકિંગ કરાવ્યું તો ઈંગ્લિશ લિટરેચરમાં 21 માર્ક વધીને કુલ 39 થયા. અને ઇન્ડિયન ઈંગ્લિશ લિટરેચર વિષયમાં 28 માર્ક વધીને કુલ 43 માર્ક થતા પાસ થઇ હતી.
તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.એ. અંગ્રેજી સેમેસ્ટર-2 અને 4ના કેટલાક વિદ્યાર્થીઓને પહેલા ફેલ કર્યા, બાદમાં આ વિદ્યાર્થીઓએ પેપર ખોલાવતા કેટલાકને 21 માર્કનો વધારો થયો, કેટલાકને 25 તો કોઈને 30 માર્ક વધ્યા. યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરો પેપર પણ ખોટા કાઢે, અને કેટલાક પેપર ચેકિંગમાં પણ છબરડા કરે છતાં યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ તેમને છાવરે.
કિસ્સો-1 : એમ.એ. સેમેસ્ટર-4ની વિદ્યાર્થિનીના 30 માર્ક વધ્યા
એમ.એ. સેમેસ્ટર-4માં એક્સટર્નલની વિદ્યાર્થિનીને ઈંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ વિષયમાં 26 માર્ક મળ્યા જ્યારે ઇન્ડિયન પોયેટિક્સમાં 19 માર્ક મળ્યા. ત્યારબાદ આ વિદ્યાર્થિનીએ બંને વિષયના પેપર રિ-ચેક કરાવ્યા ત્યારે ઈંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ વિષયમાં 30 માર્કનો વધારો થઇને કુલ 56 માર્ક થયા અને ઇન્ડિયન પોયેટિક્સ વિષયમાં 21 માર્ક વધ્યા અને કુલ 40 માર્ક થયા.
રિપોર્ટર - નિખીલ ભોજાણી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.