રૂપાલાએ કરેલી ટીપ્પણીને લઈને રોષ: હિંમતનગરમાં જિલ્લા ક્ષત્રિય હિતકારીણી સભા દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પુરષોતમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ કરી
સાબરકાંઠા ક્ષત્રિય હિતકારીણી સભા દ્વારા આજે હિંમતનગરમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકઠા થઈને રાજકોટના ભાજપના ઉમેદવાર પુરસોત્તમ રૂપાલાએ કરેલી ટીપ્પણીને લઈને રોષ વ્યાપ્યો છે, ત્યારે તેમની ઉમેદવારી રદ કરવાની માગ સાથેનું આવેદનપત્ર અધિક કલેક્ટરને આપ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરમાં સોમવારે મહેતાપુરા ત્રણ રસ્તા પાસે ખાનગી પાર્ટી પ્લોટમાં સાબરકાંઠા ક્ષત્રિય હિતકારીણી સભા દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો એકઠા થયા હતા. જેમાં સમાજના અગ્રણીઓ દ્વારા પુરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને વખોડી તેમની ઉમેદવારી રદ કરવાની માંગણી કરી હતી. લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઉમેદવારે પ્રચાર પણ શરુ કર્યો હતો. જે દરમિયાન રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરસોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં સમસ્ત રાજા રજવાડા વિષે કોમી લાગણી દુભાય અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના પ્રવચનોના વીડિઓ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જે વીડિઓમાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી ભાષાનો ઉપયોગ કરી રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ક્ષત્રિય સમાજ વિષે અપમાનજનક ટીપ્પણી કરેલ છે. જેથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં પુરસોત્તમ રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાઈ છે. જેથી રાજકોટ લોકસભા બેઠક પરથી પુરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા માંગણી કરીને રેલીની પરમિશન નહીં મળતા પ્રતિનિધિઓ દ્વારા આવેદનપત્ર અધિક કલેક્ટરને આપવામાં આવ્યું હતું. જો ક્ષત્રિય સમાજની માંગણીની અવગણના કરવામાં આવશે તો ગુજરાત રાજ્ય સંકલન સમિતનો જે પણ નિર્ણય કરે તે નિર્ણયને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજ પુરેપુરો ટેકો આપી તે પ્રમાણેની રણનીતિ નક્કી કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.