પ્રાંતિજ જુના બાકરપુર ના ઇસમ નુ અકસ્માત મોત પ્રાંતિજ મજરા ત્રણ રસ્તા પાસે બુલેટ અને જેસીબી વચ્ચે અકસ્માત - At This Time

પ્રાંતિજ જુના બાકરપુર ના ઇસમ નુ અકસ્માત મોત પ્રાંતિજ મજરા ત્રણ રસ્તા પાસે બુલેટ અને જેસીબી વચ્ચે અકસ્માત


પ્રાંતિજ જુના બાકરપુર ના ઇસમ નુ અકસ્માત મોત
પ્રાંતિજ મજરા ત્રણ રસ્તા પાસે બુલેટ અને જેસીબી વચ્ચે અકસ્માત
- અકસ્માત મા ૩૫ વર્ષ ના ઇસમ નુ ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત
- ઓવરબ્રીજ ઉપર જેસીબી કામ કરતુ હતુ કોઇ બેરેકના હોય અકસ્માત સર્જ્યો
- રોડ કોન્ટ્રાક્ટર તથા જેસીબી ચાલક ની ભુલે યુવાનો જીવ લીધો
- રોડ ઉપર કામ દરમ્યાન બેરેક ના હોય બુલેટ સીધુ જેસીબી સાથે અથડાયુ
- મૃતક ને બે નાની બાળકીઓ છે અને પત્ની ગર્ભવતી છે

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના મજરા ચોકડી પાસે આવેલ ઓવરબ્રીજ ઉપર જેસીબી અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા અકસ્માત મા બુલેટ ચાલક નુ ધટના સ્થળેજ કર્મકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ

અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવે-૪૮ પ્રાંતિજ ના મજરા ચોકડી ખાતે પ્રાંતિજ ના જુના બાકરપુર ખાતે રહેતો યુવાન અને પોતે ફોટોગ્રાફર નુ કામ કરતો હોય લગ્ન ની સીઝન હોય અને પોતે દહેગામ ખાતે ઓડર મા પોતાનુ બુલેટ લઈ ને ગયો હતો અને ઓડર પતાવી ને ધરે પરત આવતો હતો તે દરમ્યાન પ્રાંતિજ ના મજરા ખાતે ઓવરબ્રીજ ઉપર એક જેસીબી ચાલક રોડ વચ્ચોવચ કામ કરતો હોય અને કોન્ટ્રાક્ટર દ્રારા ચાલુ કામ દરમ્યાન કોઇ બેરેક ના મુકેલ હોય એક દમ બાઇક ચાલક અમિત સિંહ ભીખુસિંહ પરમાર ઉર્ષ-૩૫ જેવો જેસીબી સાથે ધડકા ભેર અથડાતા માથાના ભાગે તથા શરીરે જીવલેણ ઇજાઓ પોહચતા જ તેનુ ધટના સ્થળેજ કર્મકમાટી ભર્યુ મોત નિપજ્યુ તો અકસ્માત ને લઈ ને આજુબાજુ માંનથી લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ ને ફોન કર્યો હતો પણ દોડી આવેલ ૧૦૮ દ્રારા મૃત જાહેર કર્યો હતો મૃતક ને બે બાળકીઓ તથા હાલ પત્ની ગર્ભવતી હોવાનુ પણ જાણવા મલ્યુ હતુ તો યુવાન ના મોત ને લઈ ને પરિવાર ગામમા સગાસંબંધીઓ મા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ તો અકસ્માત ની જાણ પ્રાંતિજ પોલીસ ને થતા પ્રાંતિજ પોલીસ પણ ધટના સ્થળે દોડી જઇ હતી અને મૃતક ને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે મોકલી આપવામા આવ્યો હતો તો રોડ વચ્ચોવચ જેસીબી થી કામ કરતા છતાંય કોન્ટ્રાક્ટર તથા જેસીબી ચાલક દ્રારા બેરેક ના મુક્તા યુવાન ને અકસ્માત માત મા જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને બે નાની દિકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે

આબીદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image