રાજકોટ સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડતી વખતે નીચે પડી ગયેલ બાળકનો મહિલા કોન્સ્ટેબલ જીવ બચાવ્યો - At This Time

રાજકોટ સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડતી વખતે નીચે પડી ગયેલ બાળકનો મહિલા કોન્સ્ટેબલ જીવ બચાવ્યો


રાજકોટ ડિવિઝનનો સમર્પિત સ્ટાફ હંમેશા તેમના યાત્રીઓને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવાનો પ્રયત્ન કરે છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્યા અનુસાર, આ ક્રમમાં, RPF સ્ટાફ ની મહિલા કોંસ્ટેબલ એ રાજકોટ સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે ટ્રેનમાંથી નીચે પડી ગયેલા બાળકનો જીવ બચાવ્યો હતો.
પ્લેટફોર્મ ડ્યુટી પર તૈનાત આરપીએફ ની મહિલા કોન્સ્ટેબલ સોનુ વર્માએ જોયું કે સોમનાથ-જબલપુર એક્સપ્રેસ જ્યારે રાજકોટથી 13.53 વાગે રવાના થઈ રહી હતી ત્યારે એક મહિલા મુસાફર અને એક બાળક ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરવા લાગ્યા. ત્યારે આ બાળક ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી ગયું. કોન્સ્ટેબલ સોનુ વર્મા એ તરત જ દોડીને આ બાળકને ખેંચીને બહાર કાઢ્યો. આ બાળક તેના માતા-પિતા સાથે રાજકોટથી દમોહ જઈ રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને અન્ય મુસાફરો દ્વારા તરત જ ચેઈન પુલિંગ કરવામાં આવ્યું હતું અને ટ્રેનને રોકી દેવામાં આવી હતી.
આ પછી બાળકને તેના માતા-પિતા સાથે ટ્રેનમાં બેસાડવામાં આવ્યો. રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને ડિવિજનલ સિક્યોરિટી કમિશનર પવન કુમાર શ્રીવાસ્તવે આ મહિલા કોંસ્ટેબલ ની સતર્કતા, સૂઝબૂઝ અને બહાદુરી ની પ્રશંસા કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.