રાજકોટના પાંચ પોલીસ કર્મચારીઓ સામે અદાલતના તિરસ્કારની કાર્યવાહીનો આદેશ
પોલીસ દ્વારા થર્ડ ડીગ્રીના ઉપયોગ સામે સુપ્રીમ કોર્ટથી હાઈકોર્ટ સુધીની અદાલતોએ અત્યંત આડકતરી રીતે નારાજગી છતા પણ આરોપી કે શંકાસ્પદ આરોપી સાથે આ પ્રકારના ચાલુ રહેલા વલણમાં આખરે ગુજરાત હાઈકોર્ટે રાજકોટ શહેર પોલીસદળમાં ફરજ બજાવતા પાંચ પોલીસ કર્મચારીઓ સામે અદાલતની અવમાનના કે કોર્ટના તિરસ્કારના અપરાધ બદલ કામ ચલાવવા નિર્ણય લીધો છે.
2016માં રાજકોટના પ્રદ્યુમનનગર- પોલીસ સ્ટેશનના પાંચ પોલીસ કર્મચારીઓએ એક રીઢા અપરાધીને ગેરકાનુની રીતે 24 કલાકથી વધુ કસ્ટડીમાં રાખવા ઉપરાંત તેના પર થર્ડ ડીગ્રીના ઉપયોગ સમાન જાહેરમાં સેકડો લોકોની હાજરીમાં માર માર્યો હતો અને બાદમાં તેને બળજબરીથી દારૂ પાઈને પ્રોહીબીશન એકટ હેઠળ કેસ પણ નોંધ્યો હોવાનો આરોપ છે.
ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એ.એસ.સુપૈયાની ખંડપીઠે આ સંબંધમાં જે તે સમયે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી બી.ટી.ગોહિલ, એમ.જે.ધાંધલ, વી.એસ.લાંબા, જયુભા પરમાર અને પ્રદ્યુમનસિંહ ઝાલા સામે કન્ટેન્ટ ઓફ ધ કાર્ટના આરોપ પર કામ ચાલશે તેવો નિદર્ણય આપતા આ તમામની એ દલીલ કે આરોપી એ રીઢો અપરાધી છે અને તેથી તેને આ રીતે ટ્રીટ કરાયા છે પણ હાઈકોર્ટે એક જ સેકન્ડમાં તે દલીલ ફગાવતા કહ્યું કે ખુંખાર ત્રાસવાદી કેમ નથી! પણ તેઓને આ રીતે વર્તવા માટે કયો કાનૂન મંજુરી આપે છે? હાઈકોર્ટે આ અંગે સર્વોચ્ચ અદાલતના ચૂકાદા પણ ટાંકયા હતા.
આ કેસમાં 2016માં આરોપી જે હાલ પણ ‘ગુજસીટોક’ના આરોપમાં છોટાઉદેપુર જેલમાં બંધ હતો અને તે નાસી છુટયો છે. અજય કુંભારવડીયાને 21 જૂન 2016માં પ્રદ્યુમન પોલીસ મથકની અંદર ઢોર માર મારવામાં આવ્યો હતો તથા બાદમાં તેને જાહેરમાં લોકોની હાજરીમાં ફરી માર મરાયો, ઉપરાંત એક પોલીસ કર્મચારી ધાંધલે તેને બળજબરીથી દારૂ પીવડાવ્યાનો પણ આરોપ હતો અને બાદમાં તેની સામે નશાબંધી ધારા હેઠળ કેસ કર્યો હતો. ઉપરાંત તેને ગેરકાનુની રીતે 24 કલાકથી વધુ સમય કોઈ ગેપ વગર જ ગેરકાનુની રીતે પોલીસ લોકઅપમાં રખાયો હતો.
પોલીસ કર્મચારીઓના વતી એવી દલીલ કરવામાં આવી કે આરોપી રીઢો ગુન્હેગાર છે તે બે ડઝનથી વધુ કેસમાં સંડોવાયેલો છે અને તેના પર ગુજસીટોક પણ લગાડાયો છે તે પેરોલ જમ્પ કરીને પણ નાસી છુટયો છે. (જો કે આ બધું 2016 પછીનો રેકોર્ડ હતો) પોલીસ તરફથી આ તમામ ધ્યાને લેવા અને પોલીસ સામે કન્ટેન્ટ ઓફ ધ કોર્ટના આરોપોના બદલે યોગ્ય વળતર ચુકવવાની ઓફર થઈ હતી. હાઈકોર્ટે એ પણ નોંધ્યું કે સુપ્રીમ કોર્ટે પણ આ પોલીસ કર્મચારીઓની અરજી નકારી છે.જો કે હાઈકોર્ટે હાલ તો આ પોલીસ કર્મચારીઓ સામે કોર્ટના તિરસ્કારના આરોપો યથાવત રાખીને તેઓને બચાવની તક આપશે તેવું આશ્વાસન અપાયું હતું. ઉપરાંત આ ચાર્જશીટના આધારે તેઓ પર કોઈ ખાતાકીય પગલા હાલ નહી લેવાય તેવો પણ આદેશ આપ્યો હતો અને 13 જુલાઈના વધુ સુનાવણી થશે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.