આજે ભાવનગર જિલ્લા આહીર સમાજ કન્યાદાન સાથે રક્તદાન ના શુભ સંકલ્પ સાથે 15 મો સમૂહ લગ્ન સમારોહ સિહોર તાલુકાના પાંચ તલાવડા ગામે યોજાયો - At This Time

આજે ભાવનગર જિલ્લા આહીર સમાજ કન્યાદાન સાથે રક્તદાન ના શુભ સંકલ્પ સાથે 15 મો સમૂહ લગ્ન સમારોહ સિહોર તાલુકાના પાંચ તલાવડા ગામે યોજાયો


આજે તા. 14/12/24 ને શનિવારના રોજ ભાવનગર જિલ્લા આહિર સમાજનો 15મો સમૂહ લગ્ન સમારોહ પાંચ તલાવડા ખાતે યોજાયો હતો આ સમૂહ લગ્નમાં 38 યુગલો એ પ્રભુતામાં પગલાં પડ્યા હતા.
આ કાર્યક્રમમાં શિહોર મોંઘીબા ની ની જગ્યા ના સંત શ્રી જીણારામ બાપુ તથા રવુ બાપુ તથા ભાયાસરથી પધારેલ પરમ પૂજ્ય યોગી શ્રી વશિષ્ઠ નાથજી રંગોળા ના કથાકાર અમિત પ્રસાદજી તથા સ્થાનિક સંતો તથા ભાવનગર જિલ્લા આહિર સમાજના પ્રમુખ શ્રી રામભાઈ સાંગા, ગુજરાત રાજ્ય જીઆઇડીસી પૂર્વ નિયામક શ્રી પેથાભાઇ આહીર જ્ઞાતિના પટેલ શ્રી મહેશભાઈ ખમણ કરદેજ તથા આહીર સમાજના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી.
ઉપરાંત કાર્યક્રમને વધુ દિપાવવા પાંચ તલાવડા ગામની આહિરબાળાઓ દ્વારા સ્વાગત ગીત થી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તથા આહિર બહેનો દ્વારા પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં મહારાસ કર્યો તથા આંબલા મોજલી શાળાના બાળકોએ દાંડિયા રાસ રમ્યા હતા
આજના શુભ દિવસે આહીર સમાજના બહેનો અને ભાઈઓ દ્વારા સુંદર રીતે વક્તવ્ય રજૂ કરી સોને મંત્રમુગ્ધ કર્યા હતા સમૂહ લગ્નમાં મહારાજ તથા ડાંડિયારાસને 55000 જેટલી થી પ્રોત્સાહિત કર્યા તથા સંતશ્રીઓએ તથા આગેવાનો દ્વારા સમાજને સામાજિક આર્થિક સાંસ્કૃતિક પ્રગતિ તરફ યોગ્ય દિશામાં લઈ જવા પોતાના વક્તવ્ય માટે ટકોર કરી હતી.
કન્યાદાન સાથે રક્તદાન શુભ સંકલ્પ સાથે છેલ્લે સેમયા પીડિત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન હોય આહીર સમાજના વડીલો અને યુવાનો દ્વારા આહીર સમાજના ઉજળા ઇતિહાસને લક્ષમાં રાખી 131 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું.
આપણા આહીર સમાજના 17 થેલેસેમિયા પીડિત બાળકોને દર વર્ષે કુલ 204 જેટલી બોટલ ભાવનગર બ્લડ બેન્ક દ્વારા ચડાવવામાં આવે છે ત્યારે આપણા સમાજે પણ આ બાબતની નોંધ લઈ બ્લડ બેન્ક ને ઋણ ઉતારવા વિનમ્ર ભાવે પ્રયાસ કર્યો હતો.
ભાવનગર જિલ્લા સમૂહ લગ્ન સમિતિના માર્ગદર્શન નીચે પાંચ તલાવડા ગામના વડીલો યુવાનો માતાઓ તથા બહેનોએ આ અશ્વમેઘ યજ્ઞ સમાન કાર્યમાં પોતાની સેવાની આહુતિ આપી સતત બે મહિનાની સ્વયંસેવકોએ કરેલી ની સ્વાર્થ અને અથાગ મહેનતની સુવાસ આજરોજ સમજતા આહિર સમાજમાં ફેલાઈ હતી. આ સમૂહ લગ્નમાં કુલ 13 વિભાગમાં અલગ અલગ કામની વહેચણી થઈ હતી જેના કારણે સમૂહ લગ્નમાં આવનાર 12હજાર લોકોને સફળતાપૂર્વક સાચવી શક્યા હતા
દાન એ સત્ય પુરુષનું આભૂષણ છે આ યુક્તિને સાર્થક કરનાર તમામ દાતા રત્નોને આ તકે સન્માનવામાં આવ્યા હતા.
આહીર સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા આજના દિવસે જોડાયેલા પાતલાવડાના તથા ઝાંઝમેર, અને ભાવપરા ના સ્વયંસેવકો અને સંતો મહંતો અને આહિર આગેવાનોને તેમજ સમૂહ લગ્નમાં સમારોહને સફળ બનાવવા યોગદાન આપનાર તમામને આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.