ધંધુકા નગરપાલિકા ના વહીવટદાર મામલતદાર અને ચીફ ઓફિસર નો વેરા વસુલાત માટે સપાટો.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા નગરપાલિકા ના વહીવટદાર મામલતદાર અને ચીફ ઓફિસર નો વેરા વસુલાત માટે સપાટો.
330 વેરા બાકીદારોને નોટિસ ફટકારી 17 પાણી કનેક્શનનો કાપી નખાયા રૂપિયા 5 કરોડ 64 લાખના વેરા વસુલાત સામે રૂપિયા 1 કરોડની વસૂલાત થઈ છે વસુલાત માટે મિલકતો સીલ કરવા સુધીના પગલાં ભરાશે.
અમદાવાદ જિલ્લાની ધંધુકા નગરપાલિકા ના વહીવટદાર અને ધંધુકા મામલતદાર ભટ્ટ તથા ચીફ ઓફિસર મુનિયાની સૂચનાથી મિલકતના બાકી ટેક્ષ ધારક નાગરિકો સામે ટેક્ષ વિભાગ દ્વારા વસુલાત માટે કામગીરી શરૂ કરાય છે.
જાણવા મળતી સઘળી માહિતી અનુસાર નગરપાલિકા વિસ્તારમાં મિલકત ધરાવતા નાગરિકો પાસે રૂપિયા 5 કરોડ 64 લાખના વેરાની વસુલાત કરવાની થાય છે જેમાં અત્યાર સુધીમાં રૂપિયા 1 કરોડ 5 હજાર રૂપિયાની વેરા વસુલાત થઈ છે જેને લઈને વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા રૂપિયા 10 હજાર થી વધુ વેરા બાકીદાર 330 નાગરિકોને નોટિસો ફટકારવામાં આવી છે.
નગરપાલિકાના ટેક્ષ વિભાગના વડા ચિરાગભાઈ આચાર્ય સહિતના કર્મચારીઓ દ્વારા 17 ટેક્ષ બાકીદાર નાગરિકોના નગરપાલિકાના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે આગામી દિવસોમાં વેરા વસુલાત માટે મિલકતો સીલ કરવા સુધીની કામગીરી કરવામાં આવશે ઉચ્ચકક્ષાએથી વેરા વસુલાત માટે મળેલા આદેશોના પગલે ધંધુકા નગરપાલિકા દ્વારા કડકાઇ થી વેરા વસુલાત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
ધંધુકાના વેપારીઓ પાસેથી 20 કિલો પ્લાસ્ટિક ઝબલાનો જથ્થો પકડાયો રૂપિયા 800 દંડ વસૂલ કરાયો.
ધંધુકા નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર ભટ્ટ અને ચીફ ઓફિસર મુનિયાની સૂચનાથી સેનેટરી વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટર રજી અહેમદ પટેલ દ્વારા પ્લાસ્ટિકના ઝબલા રાખતા વેપારીઓ સામે પગલાં ભરવાના શરૂ કર્યા છે શહેરની દુકાનોમાં ચેકિંગ કરીને 20 કિલો ઝબલા નો જથ્થો પકડી પાડી રુપિયા 800 નો દંડ વસૂલ કરાયો હોવાના આધારભૂત અહેવાલો મળ્યા છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.