લક્ષ્મીનગર શાકમાર્કેટ, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા અને મવડી વિસ્તારમાંથી છ મોબાઇલની તફડંચી - At This Time

લક્ષ્મીનગર શાકમાર્કેટ, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા અને મવડી વિસ્તારમાંથી છ મોબાઇલની તફડંચી


શહેરમાં ભીડભાડવાળી સ્થળોએથી તફડંચી અને મોબાઈલ ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવા જ બનાવો માલવીયનગર પોલીસ મથક વિસ્તારમાં સામે આવ્યા છે. લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસેથી છેલ્લા ચાર માસમાં મહિલા જીએસટી ઇન્સ્પેક્ટર, વેપારી અને વિદ્યાર્થી સહિત ચાર લોકોના મોબાઇલની તફડંચી અને મવડી ચોકડી તેમજ સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી પણ ગઠિયાઓ કુલ રૂ।.1.19 લાખના છ મોબાઈલ ફોન ચોરી ગયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. મોબાઈલ ચોરીના બનાવમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યશવંતભાઇ હીતેશભાઇ ગીડા (રહે . જાગનાથ -14 એકણ્વય કોમ્યુનીટી હોલ પાસે યાજ્ઞીક રોડ) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તા. 18-10ના સવારના નવ વાગ્યાની આસપાસ તે તેની માતા સાથે લક્ષ્મીનગર શાકમાર્કેટમાં ખરીદી કરવા માટે ગયેલ હતા ત્યારે લક્ષ્મીનગર શાકમાર્કેટની બહારના રોડ પર ખરીદી પુરી કરી
તેની માતાએ થેલીમાં રાખેલ વીવો કંપનીનો મોબાઈલ ફોન તેમની માતાની નજર ચૂકવી મોબાઇલની તફડંચી કોઈ અજાણ્યો શખ્સ કરી ચોરી કરી ગયો હતો. બીજા બનાવમાં રામપીર ચોકડી પાસે રહેતાં યશભાઇ બળવંતભાઇ ઠાકર (ઉ.વ.23) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે શ્રી ભગવતી એન્ટ્રપ્રાઇઝ આંગળીયા પેઢીમાં નોકરી કરે છે. તે તેની પત્ની સાથે તા. 08-11 લક્ષ્મીનગર શાક માર્કેટમાં ખરીદી કરવા માટે ગયેલ હતા ત્યારે તેની પત્નીના પર્સમાં રહેલ મોબાઈલ ફોન રૂ.29 હજાર નો કોઈ અજાણ્યો શખ્સ નજર ચૂકવી તફડંચી કરી નાસી છૂટ્યો હતો. જ્યારે વૃંદાવન સોસાયટી શેરી નં.5માં રહેતાં મયંકભાઈ મનસુખભાઈ આકોલા (ઉ.વ. 25) એ જણાવ્યું હતું કે, તે ગઈ તા.17-8 ના નાઈટ પુરી કરી મવડી ચોકડીએથી ઘર તરફ જતો હતો ત્યારે એક શખ્સ તેની સાથે ભટકાતા તે બોલાચાલી કરવા લાગેલ અને બાદમાં તે શખ્સ ભાગી છૂટ્યો હતો થોડીવાર બાદ
તેના ખિસ્સામાં રાખેલ મોબાઇલની તપાસ કરતા મોબાઈલ ફોનની અજાણ્યો શખ્સ નજર ચૂકવી ચોરી કરી નાસી છૂટ્યો હતો. તેમજ ગોંડલ રોડ પર ગીતાનગરમાં રહેતાં ભોલા પ્રસાદ રવિન્દ્ર પ્રસાદ ચંદ્રવંશીરવાની (ઉ.વ. 27) એ જણાવ્યું હતું કે, તે એસ,ટી વર્કશોપ પાછળ , સમ્રાટ ઈન્ડસટ્રીયલ એરીયામા આવેલ લુમીયર એન્જીનીયરમાં મજૂરીકામ કરે છે. ગઇ તા.05- 10 ના કંપનીમાં હતો ત્યારે બપોરના ઘરે જમવા જતો હતો ત્યારે સમ્રાટ ઈન્ડટ્રીયલ એરીયા પાસે આવેલ પોસ્ટ ઓફીસ પાસે પહોંચતા ત્યા સામેથી પુરપાટ ઝડપે આવેલ એક બાઇક ચાલકને બાઇક ધીમું હાંકવાનું કહેતાં તે પાછો ફરી આવીને બોલાચાલી કરી જતો રહેલ જે બાદ તેને ખિસ્સામાં રાખેલ મોબાઇલની તપાસ કરતાં અજાણ્યો શખ્સ નજર ચૂકવી મોબાઈલ રૂ.5 હજારની તફડંચી કરી નાસી છૂટ્યો હતો. તેમજ મવડી પ્લોટમાં ગિરનાર સોસાયટીમાં રહેતાં અમીતભાઈ વિજયભાઈ વીસાવાડીયા (ઉ.વ.29) એ જણાવ્યું હતું કે, તે ખીજડાવાળો રોડ પર ભવ્ય મોબાઈલ નામની દુકાન ધરાવે છે. ગઈ તા.19-10 ના બપોરના તેના ભાભી સાથે નાનામવા રોડ , લક્ષ્મીનગરમાં આવેલ મંગળવારી બજારમાં ખરીદી કરવા ગયેલ હતા,
અને તેના ભાભીએ પર્સમાં રાખેલ મોબાઇલ ફોન રૂ.35 હજારની કોઈ અજાણ્યો શખ્સ નજર ચૂકવી ઉઠાવી ગયો હતો. જ્યારે નાનામવામેઈન રોડ પર સીલ્વર ગોલ્ડ રેસીડન્સીમાં રહેતાં નૈનાબેન રાઘવજીભાઈ ધાડીયા (ઉ.વ.38) એ જણાવ્યું હતું કે, તે જી.એસ.ટી વિભાગમાં ઈન્સપેકટર તરીકે નોકરી કરે છે. તે ગઈ તા. 27-09 ના રોજ સવારના લક્ષ્મીનગર શાક માર્કેટમાં ખરીદી કરવા માટે ગયા હતા ત્યારે તેમની2 પાસે રહેલ પર્સમાં રાખેલ વન પ્લસ કંપનીનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો શખ્સ નજર ચૂકવી પર્સમાંથી મોબાઈલ ફોન રૂ.25 હજાર ની ચોરી કરી ગયેલ હતો. બનાવની ફરિયાદ પરથી માલવીયનગર પોલીસ મથકના સ્ટાફે મોબાઈલ ચોરી કરનાર ગઠિયાઓને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે, મોબાઈલ ફોન ચોરીની ઈ એફઆઇઆરના આધારે માલવીયાનગર પોલીસે ફરિયાદ નોંધી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.