શહેરા તાલુકાના નાડા ગ્રામપંચાયતમાંથી પ્રિન્ટર,કોમ્પ્યુટર સહિતની સામાનની ચોરી થતા પોલીસ ફરિયાદ
શહેરા,
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ૮૨ જેટલી ગ્રામપંચાયો આવેલી છે.જેમાં સરકાર દ્વારા ગ્રામપંચાયત માં આવતા અરજદારો માટેની વિવિધ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા આપવામાં આવેલી સુવિધાઓ જેવીકે કોમ્પ્યુટર પ્રિન્ટર પંખાઓ જેવી સુવિધાઓ આપવામાં આવી હતી જેથી કોઈને કોઈ પણ પ્રકારની સુવિધાઓ થી વંચિત ન રહે તેમાટે આનેક પ્રકારની ઓનલાઇન જેવી સુવિધાઓ આપવામાં આવેલી જેવી સાધન સામગ્રીઓ ને ઉપયોગી નીવડે તેમાટે આપવામાં આવી હોય છે જ્યારે શહેરા તાલુકાના નાડા ગામે આવેલી ગ્રામપંચાયતમાંથી ૧૪થી ૧૫ તારીખ દરમ્યાન તે સમયે કોઈ અજાણ્યા ઈસમોએ ગ્રામ પંચાયતમાંથી આવેલી સાધન સામગ્રીઓ જેમકે કોમ્પ્યુટર પ્રિન્ટર તેમજ પંખાઓ જેવી વસ્તુઓની ચોરી થઈ હતી. જેને લઇને નાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ગોપાલભાઈ નાનુભાઈ બારીઆ દ્વારા શહેરા પોલીસ સ્ટેશન મથક ખાતે ફરિયાદ નોધાવી હતી જેમાં ચોરી થયેલ વસ્તુઓની આદાજીત કીમત રૂ 29200 જેટલી થઈ હોવાથી સરકારી ચીજ વસ્તુઓ ને ચોરી કરનારાઓ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધી હતી જેથી શહેરા પોલીસ દ્વારા ચોરી કરનારાઓ ને પકડવા માટે શહેરા પોલીસ તજવીજ હાથ ધરી હતી,
રિપોર્ટર વિનોદ પગી શહેરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.