૨.૮૦ના ભાવે વીજળી પેદા કરવા સક્ષમ છતાં ૩૦ ટકા ક્ષમતાએ ચાલતા પ્લાન્ટ
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવારલિગ્નાઈટ આધારિત પ્લાન્ટમાં સસ્તી વીજળી પેદા થતી હોવા છતાંય ગુજરાતના લિગ્નાઈટ આધારિત પ્લાન્ટ્સની કુલ ક્ષમતાના ૩૦ ટકા ક્ષમતાએ જ વીજ ઉત્પાદન કવરામાં આવે છે. તેની તુલનાએ મોંઘી વીજળી ખરીદીને ગુજરાતના ૧.૪૦ કરોડ વીજ વપરાશકારોને માથે વીજબિલના ખર્ચનો બોજો વધારવામાં આવી રહ્યો છે. લિગ્નાઈટ આધારિત વીજ મથકોમાં યુનિટદીઠ વીજળીની પડતર કિંમત રૃ. ૨.૯૦ની જ આવે છે. તેની સામે ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી યુનિટદીઠ રૃ. ૧૨ સુધીના ભાવે વીજળી ખરીદવામાં આવી રહી છે.ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પ્રસન્ના કુમારનું આ ગ્રાહક વિરોધી વલણ કળી ન શકાય તેવું છે. ગ્રાહકોના હિતની રખોપું કરવા રચાયેલી સંસ્થા ગુજરાત વીજ નિયમન પંચ પણ રહસ્યમય મૌન સેવીને બેસી રહ્યું છે.ગુજરાતમાં કેએલટીપીએસનો ૧૫૦ મેગાવોટનો અને બીએલટીપીએસનો ૫૦૦ મેગાવોટનો લિગ્નાઈટ આધારિત પાવર પ્લાન્ટ છે. આ પ્લાન્ટ સરેરાશ ૨૬થી ૩૩ ટકા ક્ષમતાએ ચાલે છે. તેમાનો એક પ્લાન્ટ જ ૫૫ ટકા ક્ષમતાએ ચાલે છે. સુરત જિલ્લાના માંગરોળમાં જીઆઈપીસીએલનો ૫૦૦ મેગાવોટનો લિગ્નાઈટ આધારિત પાવર પ્લાન્ટ ૭૦ ટકા ક્ષમતાએ ચાલે છે. એપ્રિલથી જુલાઈ ૨૦૨૨ના ગાળામાં લિગ્નાઈટ આધારિત પાવર પ્લાન્ટનું વીજ ઉત્પાદન કંગાળ રહ્યું હતું. ગુજરાતના લિગ્નાઈટ આધારિત પાવર પ્લાન્ટમાં અલ્ટોસના પ્લાન્ટમાં યુનિટદીઠ ઉત્પાદન ખર્ચ માત્ર રૃ. ૧.૬૭નો આવે છે. છતાં તેની ઉત્પાદન ક્ષમતાના ૩૮થી ૪૩ ટકા ક્ષમતાએ જ પ્લાન્ટ ચલાવવામાં આવી રહ્યા છે.ભાવનગરનો લિગ્નાઈટ પ્લાન્ટ માત્ર આઠ જ વર્ષ જૂનો છે. છતાં કુલ ઉત્પાદન ક્ષમતાની સામે ૩૦ ટકાથી ઓછી ક્ષમતાએ વીજ ઉત્પાદન કરે છે. કે.કે. બજાજનું કહેવું છે કે કેએલટીપીએસ અને બીએલટીપીએસ યુનિટદીઠ રૃ. ૨.૮૦ના ભાવે વીજળી પેદા કરવાને સક્ષમ છે. છતાંય ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનને તે પ્લાન્ટ ચલાવવાની ઇચ્છા જ નથી. તેથી ગુજરાતની જનતા માટે મોંઘી વીજળી ખરીદવાની ફરજ પડી રહી છે.સસ્તી વીજળી ઉપલબ્ધ છતાં મોંઘાભાવની વીજળી પર મદારપ્લાન્ટ ઉત્પાદન વાસ્તવિક યુનિટદીઠ ક્ષમતા ઉત્પાદન કિંમતકેએલટીપીએસ-૩ ૭૫ મે.વો. ૩૦.૯ ટકા રૃ. ૩.૪૯કેએલટીપીએસ-૪ ૭૫ મે.વો. ૫૫.૧ ટકા રૃ. ૩.૩૬બીએલટીપીએસ-૧ ૨૫૦ મે.વો. ૩૩,૨ ટકા રૃ. ૩.૩૦બીએલટીપીએસ-૨ ૫૦ મે.વો. ૨૬.૯ ટકા રૃ. ૩.૩૦અલ્ટોસ-૧ ૧૨૫ મે.વો. ૪૩.૮ ટકા રૃ. ૧.૬૭એએલટીપીએલ-૧ ૧૨૫ મે.વો. ૩૮.૭ ટકા રૃ. ૧.૬૭એસએલપીપી-૧ ૧૨૫ મે.વો. ૪૪.૧ ટકા રૃ. ૩.૩૨એસએલપીપી-૨ ૧૨૫ મે.વો. ૬૬.૭ ટકા રૃ. ૩.૩૨એસએલપીપી-૩ ૧૨૫ મે.વો. ૭૫.૨ ટકા રૃ. ૩.૦૪એસએલપીપી-૪ ૧૨૫ મે.વો. ૭૦.૧ ટકા રૃ. ૩.૦૪
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.