દહેગામ ના હિલોલ ગામમાં કાચા મકાન ની દીવાલ ધસી પડતા 2 બાળકો ના ડટાઇ જવાથી મોત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lhx3f7bobahacc9p/" left="-10"]

દહેગામ ના હિલોલ ગામમાં કાચા મકાન ની દીવાલ ધસી પડતા 2 બાળકો ના ડટાઇ જવાથી મોત


દહેગામ તાલુકા ના હિલોલ માં મકાન ની દીવાલ ધસી પડવાથી બે બાળાઓ ડટાઇ જવાથી બંને બાળકો ના મોત થવાનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર હિલોલ માં રહેતા અસ્વીનભાઈ વાઘેલા (ઠાકોર )ની બે પુત્રીઓ આરુષિ (ઉ. વ.12)તથા જાન્વી (ઉ. વ. 4) જેઓ આજે રજા નો દિવસ હોવાથી ઘરે રમી રહી હતી. સાંજના સમયે ઘર ના બાંધવામાં આવેલા સાડીના હિંચકા ઉપર ઝુલી રહી હતી તે દરમિયાન અચાનક મકાન ની કાચી દીવાલ એકાએક ધારાસયી થતા દીવાલ સાથે હિંચકો પણ તૂટી ને નીચે પડ્યો હતો. ઘરનો કાટમાળ તૂટીને પડ્યો હતો જેથી આ માસુમ બાળાઓ આ કાટમાળ નીચે દબાઈ જવા પામી હતી આ ધડાકા નો અવાજ સાંભળી ગામલોકો અને આજુબાજુ ના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડવાની કામગીરી પૂરઝડપે કરવામાં આવી હતી પરંતુ આ કાળ બનીને પડેલા આ કાળમુખી કાટમાળ માં દબાયેલી આ બાળાઓનું મોત નીપજ્યું હતું જેથી આખું હિલોલ ગામ હિબકે ચડ્યું હતું.આ સમગ્ર મામલે બહિયલ પોલીસે સ્થળ ઉપર પહોંચી ને મૃતદેહ ને પીએમ કરાવીને પરિવારજનો ને સોંપવાની તાજવીજ હાથ ધરી છે. , , , એટ ધીસ ટાઈમ ન્યૂઝ દહેગામ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]