ધંધુકામાં વધુ એક પાણીની પરબ ખુલ્લી મુકાઈ - At This Time

ધંધુકામાં વધુ એક પાણીની પરબ ખુલ્લી મુકાઈ


ધંધુકામાં વધુ એક પાણીની પરબ ખુલ્લી મુકાઈ

અમદાવાદ જીલ્લા ના ધંધુકામાં ખોડાઢોર પાંજરાપોળ દ્વારા જુની પાંજરાપોળના ડેલા સામે ઠકકર ચેમ્બર્સ ખાતે ફિલ્ટર કરેલા ઠંડા પાણીની પરબ શરૂ કરાઈ છે. ગરમીના માહોલમાં બજારમાં આવતા નાગરીકોને પીવાનું પાણી મળી રહે તે માટે વેપારી અગ્રણી સ્વ. હિરાભાઈ ઠકકર પરિવારના સહયોગથી શરૂ કરાયેલ આ પરબ - બ્રહ્માકુમારી કેન્દ્રના મનીષાબહેનના હસ્તે - ખુલ્લી મુકાઈ હતી. આ વેળા પાંજરાપોળના ટ્રસ્ટીઓ, વેપારી આગેવાનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. અત્રે એ નોંધનીય છે કે, ખોડાઢોર નું પાંજરાપોળ દ્વારા મહેસુલી ભવન રોડ પર એક પાણીની પરબત શરૂ છે વધુ જરૂરીયાત જણાતા મેઈન બજારમાં આ પરબ શરૂ કરાઈ છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.