રાજકોટમાં સ્પાની આડમાં કુટણખાનું: 5 યુવતી મળી આવી
રાજકોટમાં વધુ એક વાર સ્પાની આડમાંથી કુટણખાનું ઝડપાયું છે. માળિયા મિયાણાની મહિલા આ સ્પા ચલાવતી હતી. કેકેવી ચોકમાં શાંતિનિકેતન કોમ્પ્લેક્સમાં આવેલ સ્પા હાઉસમાં હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સ્થાનિક પોલીસને ઉઘતી રાખી દરોડો પાડ્યો હતો. ધોરજીની રૂપ લલના સહિત 5 યુવતી મળી આવી હતી જેને પોલીસે મુક્ત કરાવી સાક્ષી નિયમ મુજબ સાક્ષી બનાવી છે.
આ સ્પા હાઉસમાંથી દિલ્હી, આસામ, સિકકીમની એમ કુલ ચાર પરપ્રાંતિય રૂપલલનાઓ મળી આવી હતી. ઉપરાંત પાંચમી યુવતી ધોરાજીની હતી. તેણી પાસે પણ વૈશ્યવૃત્તિ કરાવવામાં આવતી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, જેસીપી સૌરભ તોલંબીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બસીયાએ સ્પાની આડમાં ચાલતા કુટણખાનાના ગેરકાયદે ધંધા પર કાર્યવાહી કરવા સૂચના આપી હોય, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ એન.આઇ.રાઠોડના માર્ગદર્શન હેઠળ એસઆઇ બાદલભાઇ દવે,
હરપાલસિંહ ઝાલા, બકુલભાઇ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ, ધીરેનભાઇ ગઢવી, કોન્સ્ટેબલ મહંમદભાઇ અંસારી, હસમુખભાઇ વાછાણી, મહિલા કોન્સ્ટેબલ કાજલબેન વઘેરા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ધીરેનભાઇ ગઢવીને બાતમી મળી હતી કે કે.કે.વી. ચોકમાં શાંતિ નિકેતન કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે ‘સ્પા હાઉસ’ નામના સ્પામાં ત્યાંની મહિલા સંચાલીકા બહારથી યુવતીઓને બોલાવી, તેને સ્પામાં રાખી મસાજના નામે ગ્રાહકો બોલાવી મસાજના રૂા.1200 અને યુવતીઓ સાથે શરીર સંબંધ બાંધવાના બીજા રૂા.2500 લઇ સ્પાની આડમાં વેશ્યાવૃતિની ગેરકાયદે પ્રવૃતિ ચલાવે છે.
બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક સ્પામાં મોકલી છટકુ ગોઠવેલું જેમાં કુટણખાનુ ઝડપાયું હતું. સ્પામાં કુલ પાંચ યુવતિઓ મળી આવી હતી. આ યુવતીઓએ કબુલાત આપી હતી કે, સ્પા સંચાલિકા જાગૃતિબેન દીપકભાઇ જોષી (ઉ.વ.23, રહે. એસઆરપી કેમ્પ સામે, રાજકોટ, મુળ નવા રેલવે સ્ટેશન પાસે, માળીયા મીયાણા) સૌપ્રથમ કાઉન્ટર ઉપર રૂા.1200 મસાજના ગ્રાહકો પાસેથી લેતી હતી. જે પછી ગ્રાહક યુવતી પાસે મસાજ કરાવવા જાય ત્યારે શરીર સંબંધ બાંધવાના ગ્રાહક દીઠ રૂા.2500 લેવાતા હતા. આ 2500માંથી રૂા.1000 જાગૃતિબેન રાખી લેતી હતી.
પોલીસે મહિલા આરોપીના ટેબલના કાઉન્ટરમાંથી મળી આવેલ રૂા. 17000ની રોકડ કબ્જે કરી હતી. ઉપરાંત 3 મોબાઇલ ફોન અને સીસીટીવીનું ડીવીઆર પણ કબ્જે કરાયું હતું. સ્પાના અન્ય રૂમમાંથી અન્ય ત્રણ ગ્રાહકો પણ મળી આવેલા જોકે તેઓ ફકત મસાજ કરાવાવ જ આવ્યા હોય કોઇ ગેરકાયદે વસ્તુ મળી ન આવી હોય તેમની સામે કોઇ કાર્યવાહી કરાઇ નહોતી. હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકે ઇમોલ ટ્રાફિકીંગ પ્રિવેન્શન એકટની કલમો હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.