ધંધુકા તાલુકાના કોઠડિયા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જીવના જોખમે શિક્ષણ મેળવવા માટે મજબૂર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lgas1xldln5n0lau/" left="-10"]

ધંધુકા તાલુકાના કોઠડિયા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જીવના જોખમે શિક્ષણ મેળવવા માટે મજબૂર


ધંધુકા તાલુકાના કોઠડિયા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જીવના જોખમે શિક્ષણ મેળવવા માટે મજબૂર
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના કોઠડિયા ગામે આવેલ પ્રાથમિક શાળા મા વિદ્યાર્થીઓને વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે પુરા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હોવાથી ઢીચણ સમાણા પાણીમાં થઈને શાળાના કમરા સુધી જવું પડે છે જેમાં ગ્રાઉન્ડમાં નાખવામાં આવેલ બ્લોક પર લીલ વળી જતા લપસીને પડી જવાની પણ બીક રહે છે તેમજ પૂરા ગ્રાઉન્ડમાં જીવ જંતુ પણ ચોમાસાં દરિમયાન જોવા મળી રહ્યા છે ત્યારે ભરેલા પાણી પણ ખુબજ દુર્ગંધ મારી રહ્યુ છે માટે વાલીઓ ન કહેવું છે કે બાલકો શિક્ષણ મેળવવા જઈ રહ્યાં છે કે રોગ ને આમંત્રણ દેવા માટે તે જ ગ્રામના એક જાગૃત નાગરિક જયદીપસિંહ અનિરૂદ્ધ સિંહ ચુડાસમા તેમજ ગામ લોકો દ્વારા ધંધુકા તાલુકા વિકાસ અધિકારીને તેમજ ગામના સ્કૂલ આચાર્ય ને અરજી કરવામાં આવી છે કે તાત્કાલિક ગ્રાઉન્ડનો પુરાણ કરી લેવલ કરવું જેથી બાળકોને પાણીમાંથી પસાર થવું ના પડે તેમજ બાળકોનો જીવ જીવ જંતુથી અથવા પાણી જનીય રોગ ન થાય તે માટે અને તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ કરવો અત્યારે ગામ લોકો દ્વારા મશીન મૂકી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે માટે લોકોની માંગ એવી છે કે સરકાર આ તરફ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી બાળકોના જોખમના સાથે છેડા ના કરે અને બાળકોને શિક્ષણ મેળવવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી ના થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરે જેથી સરકાર નુ સૂત્ર બેટી બચાઓ બેટી પઢાઓ અને ધર ધર શિક્ષણ નું સૂત્ર પુરવાર થાય .

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]